(Photo by Sean Gallup/Getty Images)

પાકિસ્તાનની આર્થિક કટોકટી અંગે ભૂતપૂર્વ આર્મી જનરલો અને ન્યાયાધીશોને જવાબદાર ઠેરવીને  પાકિસ્તાનના સ્વયં નિર્વાસિત ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે કહ્યું છે કે તેમનો દેશ દુનિયા પાસે પૈસાની ભીખ માંગી રહ્યો છેસ જ્યારે ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે અને G20 સમિટનું આયોજન કર્યું છે.

સોમવારે સાંજે વીડિયો લિંક મારફત લંડનથી લાહોરમાં પાર્ટીની બેઠકને સંબોધિત તેમણે જણાવ્યું હતું કે “આજે પાકિસ્તાનના વડા પ્રધાન દેશ-વિદેશમાં પૈસાની ભીખ માંગે છે જ્યારે ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે અને G20 બેઠકો યોજી રહ્યું છે. ભારતે જે પરાક્રમ કર્યું છે તે પાકિસ્તાન શા માટે કરી શક્યું નથી. આ માટે કોણ જવાબદાર છે?” પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) પાર્ટીના 73 વર્ષીય નેતાએ વધુમાં કહ્યું કે તેમની સરકાર દ્વારા શરૂ કરાયેલા આર્થિક સુધારાનું ભારતે 1990માં અનુકરણ કર્યું હતું. અટલ બિહારી વાજપેયી ભારતના વડા પ્રધાન બન્યા ત્યારે તેમની પાસે માત્ર એક અબજ ડોલરનું ફોરેક્સ રિઝર્વ હતું. પરંતુ આજે ભારતની વિદેશી હૂંડિયામણની અનામત વધીને $600 બિલિયન થઈ ગઈ છે,

 

LEAVE A REPLY

nineteen − 2 =