એક અગ્રણી આંકડાકીય વિશ્લેષણ કરતી કંપની-ગ્લોબલડેટાના જણાવ્યા મુજબ, ભારતમાં વિવિધ કાર્ડ દ્વારા થતી નાણાંની ચૂકવણીમાં આવતા ચાર વર્ષમાં ત્રણ ગણો વધારો થવાની અપેક્ષા છે. ગ્રાહકોના ખર્ચમાં વધારો નોંધાતા 2022માં કાર્ડ દ્વારા 262.1 બિલિયન ડોલરની ચૂકવણી થઇ હતી અને, તે 2027માં 728 બિલિયન ડોલર સુધી પહોંચશે. કંપનીના જણાવ્યા મુજબ 2022માં ભારતમાં કાર્ડ દ્વારા થતી ચૂકવણીનો વ્યાપ ઝડપથી વધ્યો છે અને તેમાં 26.2 ટકા વધારોનો નોંધાયો છે, તેનાથી દેશમાં સુધરી રહેલી આર્થિક સ્થિતિમાં મદદ મળે છે. 2023માં આ વલણ 28.6 ટકાના વધારા સાથે 337.2 બિલિયન ડોલર પર પહોંચવાની સંભાવના છે.

કંપનીના મુખ્ય વિશ્લેષક રવિ શર્માના જણાવ્યા મુજબ, ભારતનું અર્થતંત્ર મુખ્યત્વે રોકડ વ્યવહાર પર આધારિત છે. ત્યાં નાણાકીય ચૂકવણી માટે મજબૂત વ્યવસ્થા હોવાથી તેના સારા પરિણામ મળ્યા છે. નાણાકીય સત્તાતંત્ર દ્વારા કેશલેસ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે વધારે પ્રયાસો કરવામાં આવતા આ સ્તરે કાર્ડ દ્વારા ચૂકવણી પહોંચી છે. કોવિડ મહામારી પછી અર્થતંત્રમાં સુધારો થવામાં ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હતી. 2021માં આ વૃદ્ધિ 53 ટકા નોંધાઇ હતી, જ્યારે 2022માં 46.7 ટકા વૃદ્ધિ હતી. લોકો દ્વારા મુસાફરી, રહેવાનો, જમવાનો, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ કાર્ડ દ્વારા વધ્યો છે અને તેના માટે લોયલ્ટી પ્રોગ્રામ્સ અને ડિસ્કાઉન્ટ તેમ જ ઇન્સ્ટોલમેન્ટ જેવી સગવડના કારણે કાર્ડ દ્વારા ચૂકવણીનું આકર્ષણ વધ્યું છે. વર્તમાન વર્ષમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા નાણાની ચૂકવણીમાં 38.1 ટકાનો વધારો થવાની અપેક્ષા છે.

LEAVE A REPLY

16 − 15 =