ભારત ખાતેના બ્રિટિશ હાઈકમિશનર એલેક્ષ એલીસે તાજેતરમાં ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્‍દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ દરમિયાન બ્રિટિશ હાઈ કમિશ્નરે બાળકોની હાજરીનાં ઓનલાઈન મૂલ્યાંકન માટે વિદ્યા સમીક્ષા કેન્‍દ્ર, ઉચ્ચ શિક્ષણ માટે વિદેશની યુનિવર્સિટીઓ સાથે કોલોબરેશન અંગે પણ ચર્ચા કરી હતી.

બ્રિટનની એડીન બર્ગ યુનિવર્સિટી ગુજરાતમાં બાયોટેકનોલોજીના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સહભાગી બની છે તે અંગે પણ ચર્ચા થઇ હતી. હાઈકમિશ્નરે ગુજરાતના કલ્ચર, ટ્રેડિશન, વોટર મેનેજમેન્‍ટ જેવાં સેક્ટર્સ અને ગિફ્ટ સિટિ અંગે જાણવામાં ઊંડો રસ દાખવ્યો હતો. જાન્યુઆરી-2024માં યોજાનારી વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી એડીશનમાં યુ.કે ડેલિગેશનને જોડાવા માટે મુખ્ય પ્રધાને આમંત્રણ પાઠવ્યું હતું. બ્રિટિશ હાઈકમિશ્નરે પણ મુખ્ય પ્રધાન ભૂપેન્‍દ્ર પટેલને યુ.કે.ની મુલાકાત માટે નિમંત્રણ આપ્યું હતું.

LEAVE A REPLY

10 + six =