ભારત સરકારે ઇન્કમેટક્સના પરમેનન્ટ એકાઉન્ટ નંબર-પાન અને આધાર કાર્ડ વગર રોકડ વ્યવહાર કરવાના નિયમને વધુ કડક બનાવ્યો છે. નવા નિયમો અનુસાર, નાણાકીય વર્ષમાં કોઈપણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં રૂ. 20 લાખ અથવા તેથી વધુની રોકડ જમા કરવા અથવા ઉપાડવા માટે પાન અને આધાર નંબર આપવો ફરજિયાત રહેશે. હકીકતમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ ઇન્કમટેક્સના નિયમ, 2022 હેઠળ નવા નિયમો જાહેર કર્યા છે. જેનું જાહેરનામુ 10 મે જાહેર કરવામાં આવ્યું છે. નવા નિયમ મુજબ આવા વ્યવહાર માટે પાન નંબર અને આધાર નંબર આપવો જરૂરી રહેશે. જેમાં એક નાણાકીય વર્ષમાં બેંકિંગ કંપની, સહકારી બેંક અથવા પોસ્ટ ઓફિસમાં એક અથવા એકથી વધુ લોકોના ખાતામાં રૂ. 20 લાખ કે તેથી વધુ રોકડ જમા કરાવવા અથવા ઉપાડવા માટે આ બંને નંબર જરૂરી રહેશે. જો કોઈ વ્યક્તિ કોઈપણ બેંક અથવા સહકારી બેંક અથવા પોસ્ટ ઓફિસમાં કરન્ટ એકાઉન્ટ અથવા ક્રેશ ક્રેડિટ ખાતું ઓપન કરાવે છે તો તેણે આ બંને નંબર આપવો જરૂરી રહેશે.