
કન્ઝર્વેટિવ યુથ ગ્રુપ ‘ટર્નિંગ પોઇન્ટ યુએસએ’ના સીઈઓ અને સહ-સ્થાપક ચાર્લી કર્કની બુધવારે 10 સપ્ટેમ્બર યૂટા વેલી યુનિવર્સિટીમાં એક ડિબેટ ઇવેન્ટ દરમિયાન ગોળી મારીને હત્યા કરાઈ હતી. ચાર્લી કર્કને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ નજીક વ્યક્તિ ગણવામાં આવે છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમની હત્યાની જાણકારી આપી અને ચાર્લીના સન્માનમાં રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવાનો આદેશ આપ્યો હતો. તેમણે રાજકીય હિંસા કરનારાઓ પર કડક કાર્યવાહી કરવાની પણ જાહેરાત કરી હતી.
ડિબેટ દરમિયાન 31 વર્ષીય કર્ક બોલી રહ્યાં હતા ત્યારે તેમના પર ફાયરિંગ થયું હતું. કર્કને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં જઈ જવાયા હતાં. આ ફાયરિંગ કરીને હુમલાખોર ફરાર થઈ ગયો હતો. તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે તેઓ માને છે કે એક ગોળી કેમ્પસની છત પરથી આવી હતી, જે કાળા પોશાક પહેરેલા કોઈ વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવી હતી. આ ટાર્ગેટેડ હુમલો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે કેટલાંક લોકોએ યુનિવર્સિટીમાં કર્કની હાજરીનો વિરોધ કર્યો હતો. યુનિવર્સિટી વહીવટીતંત્રે આ કાર્યક્રમ રદ કરવાની માંગ કરતી એક ઓનલાઈન અરજી મળી હતી, પરંતુ યુનિવર્સિટીએ સ્પષ્ટતા કરી હતી કે કાર્યક્રમ રદ થશે નહીં.
