
હોવમાં આવેલા £800,000ના મૂલ્યના બીજા ફ્લેટ પર આશરે £40,000ની સ્ટેમ્પ ડ્યુટી ઓછી ચૂકવી હોવાનું બહાર આવ્યા પછી ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એન્જેલા રેનરે નાયબ વડા પ્રધાન, હાઉસિંગ સેક્રેટરી અને ડેપ્યુટી લેબર લીડર તરીકે રાજીનામું આપ્યું છે.
વેસ્ટમિન્સ્ટરમાં નાટકીય ઘટનાક્રમ બાદ વડા પ્રધાન સર કેર સ્ટાર્મરે તેમની ટોચની ટીમમાં ફેરબદલ કર્યો છે. સર કેર સ્ટાર્મરે જસ્ટીસ સેક્રેટરીનું પદ સંભાળી ચૂકેલા પાકિસ્તાની મૂળના શબાના મહમૂદને હોમ સેક્રેટરીનું પદ સોંપ્યું છે. જ્યારે અનુભવી સાંસદ ડેવિડ લેમીની વરણી નાયબ વડા પ્રધાન અને જસ્ટીસ સેક્રેટરી તરીકે કરી છે. જ્યારે હોમ સેક્રેટરી હ્વવેટ કૂપરને ફોરેન સેક્રેટરીનું પદ સોંપાયું હતું. રેચલ રીવ્સે ચાન્સેલરનું પદ જાળવી રાખ્યું છે.
વડા પ્રધાનના નૈતિક સલાહકાર સર લૌરી મેગ્નસે કહ્યું હતું કે ‘’રેનરે પ્રામાણિકતા સાથે કામ કર્યું હતું પરંતુ તેમણે મિનિસ્ટરીયલ કોડ ઓફ કંડક્ટનો ભંગ કર્યો છે. મિલકત ખરીદતી વખતે તેમણે કાનૂની સલાહ લીધી હતી, પરંતુ ભલામણ મુજબ વધુ નિષ્ણાત ટેક્સ એડવાઇઝ લેવામાં તેઓ નિષ્ફળ ગયા હતા.
વડા પ્રધાનને લખેલા પત્રમાં રેનરે કહ્યું હતું કે ‘’હું સ્વીકારૂ છું કે મિલકત ખરીદતી વખતે ઉચ્ચતમ ધોરણોને પૂર્ણ કર્યા નથી. હાઉસિંગ સેક્રેટરી તરીકેના મારા પદ અને મારી જટિલ કૌટુંબિક વ્યવસ્થા બંનેને ધ્યાનમાં રાખીને વધારાની નિષ્ણાત કર સલાહ ન લેવાના મારા નિર્ણય બદલ મને ખૂબ જ દુઃખ છે. આ ભૂલ માટે સંપૂર્ણ જવાબદારી લઉ છું. યોગ્ય રકમ ચૂકવવા સિવાય બીજું કંઈ કરવાનો મારો ક્યારેય ઇરાદો નહોતો.”
45 વર્ષીય રેનરને લખેલા પત્રમાં, સર કેરે કહ્યું હતું કે “હું માનું છું કે તમે સાચા નિર્ણય પર પહોંચ્યા છો, જે તમારા માટે ખૂબ જ પીડાદાયક છે. તમે લેબર સરકારને સફળ બનાવવા માટે તમારું સર્વસ્વ આપ્યું છે અને બ્રિટનને કામ કરતા પરિવારો માટે ન્યાયી બનાવવાની અમારી યોજનાનો તમે મુખ્ય ભાગ રહ્યા છો. વ્યક્તિગત રીતે, મને સરકારમાંથી તમને ગુમાવવાનું ખૂબ જ દુઃખ છે. તમે ઘણા વર્ષોથી એક વિશ્વસનીય સાથીદાર અને સાચા મિત્ર છો. મને તમારા માટે પ્રશંસા અને રાજકારણમાં તમારી સિદ્ધિ માટે ખૂબ આદર છે.”
ભારતીય મૂળના ફેલ્ધામ અને હેલ્ટનના એમપી સીમા મલ્હોત્રાને અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ફોરેન, કોમનવેવલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ પોતાનું હાલનું પાર્લામેન્ટરી અંડર-સેક્રેટરી ઓફ સ્ટેટ (મિનિસ્ટર ઓફ ઇક્વાલીટીઝ) ઇન ધ ડીપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનનું પદ જાળવી રાખશે. ગ્લાસગો સાઉથ વેસ્ટના એમપી ડૉ. ઝુબીર અહેમદને પાર્લામેન્ટરી અંડર-સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોસ્યલ કેરની જવાબદારી સોંપવામાં આવી છે.
સાઉધમ્પ્ટન ટેસ્ટના એમપી સતવીર કૌરને કેબિનેટ ઓફિસના પાર્લામેન્ટરી સેક્રેટરી બનાવાયા છે. જ્યારે વેલ ઓફ ગ્લેમોર્ગનઆ એમપી કનિષ્ક નારાયણને પાર્લામેન્ટરી અંડર-સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર સાયન્સ, ઇનોવેશન્સ એન્ડ ટેકનોલોજી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
એન્જેલા રેનર, એમપી; હાઉસ ઓફ કોમન્સના નેતા લ્યુસી પોવેલ, એમપી; સ્કોટલેન્ડના સ્ટેટ સેક્રેટરી ઇયાન મરે, એમપી; જેનેટ ડેબી, એમપી; બેરોનેસ જોન્સ ઓફ વ્હિચર્ચ, જસ્ટિન મેડર્સ, એમપી; ગેરેથ થોમસ, એમપી; ફેરિયલ ક્લાર્ક, એમપી; ફ્લર એન્ડરસન, એમપી; અને ડેમ નિયા ગ્રિફિથ ડીબીઇ, એમપી માઈક કેન એમપી; કેરી મેકકાર્થી, એમપી; જેફ સ્મિથ, એમપી અને ગેરાલ્ડ જોન્સ, એમપી સરકાર છોડી ગયા છે.
સતવીર કૌર, એમપી હાલમાં મેટરનીટી લીવ પર છે. જોશ સાઇમન્સ, એમપી મેટરનિટી કવર તરીકે કેબિનેટ ઓફિસમાં પાલાર્મેન્ટરી સેક્રેટરી તરીકે સેવા આપશે.
કન્ઝર્વેટીવ નેતા કેમી બેડેનોકે કહ્યું હતું કે “એન્જેલા રેનર આખરે ગયા. પરંતુ કેર સ્ટાર્મરની નબળાઈને કારણે તેમને ત્રણ દિવસ પહેલા બરતરફ કરવામાં આવ્યા ન હતા.”
રેનર દસ વર્ષ પહેલાં ગ્રેટર માન્ચેસ્ટરના આશ્ટન-અંડર-લાઇન મતવિસ્તારમાંથી પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ 2015થી લેબર ફ્રન્ટબેન્ચ પર હતા અને જુલાઈ 2024માં લેબર પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં જીત મેળવતા તેમણે ડેપ્યુટી પીએમનો હોદ્દો સંભાળ્યો હતો.
નવનિયુક્ત મંત્રીઓની યાદી
- ડેવિડ લેમી, એમપી, લોર્ડ ચાન્સેલર અને સેક્રેટરી ઓફ સ્ટેટ તથા નાયબ વડા પ્રધાન.
- હ્વવેટ કૂપર, એમપી, ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ સેક્રેટરી.
- શબાના મહમૂદ, એમપી, હોમ સેક્રેટરી.
- ડેરેન જોન્સ, એમપી, ડચી ઓફ લેન્કેસ્ટરના ચાન્સેલર અને ચિફ સેક્રેટરી.
- સ્ટીવ રીડ, ઓબીઇ, એમપી, સેક્રેટરી ઑફ સ્ટેટ ફોર હાઉસિંગસ કોમ્યુનીટીઝ એન્ડ લોકલ ગવર્નમેન્ટ.
- પેટ મેકફેડન, એમપી, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર વર્ક એન્ડ પેન્શન.
- પીટર કાયલ, એમપી, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ અને પ્રેસિડેન્ટ ઓફ ધ બોર્ડ ઓફ ટ્રેડ.
- લિઝ કેન્ડલ, એમપી, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર સાયન્સ, ઇનોવેશન એન્ડ ટેકોનોલોજી.
- એમા રેનોલ્ડ્સ, એમપી, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર એન્વાયર્નમેન્ટ, ફૂડ એન્ડ રૂરલ અફેર્સ.
- ડગ્લાસ એલેક્ઝાન્ડર, એમપી, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર સ્કોટલેન્ડ.
- જોનાથન રેનોલ્ડ્સ, એમપી, પાર્લામેન્ટરી સેક્રેટરી ટૂ ધ ટ્રેઝરી (ચિફ વ્હીપ).
- સર એલન કેમ્પબેલ, એમપી, લોર્ડ પ્રેસિડેન્ટ ઓફ ધ કાઉન્સિલ અને હાઉસ ઓફ કોમન્સના નેતા. તેઓ કેબિનેટમાં હાજરી આપશે.
- ક્રિસ એલ્મોર, એમપી, ફોરેન, પાર્લામેન્ટરી અંડર-સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ.
- સતવીર કૌર, એમપી, પાર્લામેન્ટરી સેક્રેટરી – કેબિનેટ ઓફિસ.
- જોશ સાઇમન્સ, એમપી – પાર્લામેન્ટરી સેક્રેટરી – કેબિનેટ ઓફિસ.
- જોશ મેકએલિસ્ટર, ઓબીઇ, એમપી – પાર્લામેન્ટરી અંડર-સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર એજ્યુકેશન
- ઓલિવિયા બેઈલી, એમપી, પાર્લામેન્ટરી અંડર-સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર એજ્યુકેશન.
- બ્લેર મેકડોગલ, એમપી – પાર્લામેન્ટરી અંડર-સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ ડીપાર્ટમેન્ટ.
- કેટ ડિયર્ડન, એમપી – પાર્લામેન્ટરી અંડર-સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ ડીપાર્ટમેન્ટ.
- કનિષ્ક નારાયણ, એમપી – પાર્લામેન્ટરી અંડર-સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર સાયન્સ, ઇનોવેશન્સ એન્ડ ટેકનોલોજી.
- અન્ના મેકમોરિન, એમપી – પાર્લામેન્ટરી અંડર-સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર વેલ્સ.
- મેથ્યુ પેટ્રિક, એમપી – પાર્લામેન્ટરી અંડર-સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર નોર્ધર્ન આયર્લેન્ડ ઓફિસ
- કેટી વ્હાઇટ ઓબીઇ એમપી – પાર્લામેન્ટરી અંડર-સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર એનર્જી, સિક્યુરીટી અને નેટ ઝીરો.
- માર્ટિન મેકક્લુસ્કી એમપી. – પાર્લામેન્ટરી અંડર-સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર એનર્જી, સિક્યુરીટી અને નેટ ઝીરો.
- કેર માથર, એમપી – પાર્લામેન્ટરી અંડર-સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ટ્રાન્સપોર્ટ.
- જેક રિચાર્ડ્સ એમપી – પાર્લામેન્ટરી અંડર-સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર મિનિસ્ટ્રી ઓફ જસ્ટીસ અને હાઉસ ઓફ કોમન્સના આસીસ્ટન્ટ વ્હીપ.
- લિલિયન ગ્રીનવુડ, એમપી – એચએમ હાઉસહોલ્ડના વાઇસ-ચેમ્બરલેન (સરકારી વ્હીપ).
- નેસિલ કેલિસ્કન, એમપી – એચએમ હાઉસહોલ્ડના કંટ્રોલર (સરકારી વ્હીપ).
- સર નિક ડકિન, એમપી – જુનિયર લોર્ડ ઓફ ધ ટ્રેઝરી (સરકારી વ્હીપ).
- ક્રિશ્ચિયન વેકફર્ડ, એમપી – જુનિયર લોર્ડ ઓફ ધ ટ્રેઝરી (સરકારી વ્હીપ).
- સ્ટીફન મોર્ગન, એમપી – જુનિયર લોર્ડ ઓફ ધ ટ્રેઝરી (સરકારી વ્હીપ).
- ક્લેર હ્યુજીસ, એમપી – જુનિયર લોર્ડ ઓફ ધ ટ્રેઝરી (સરકારી વ્હીપ).
- માર્ક ફર્ગ્યુસન, એમપી – આસિસ્ટન્ટ વ્હીપ, હાઉસ ઓફ કોમન્સ.
- ગ્રેગોર પોયન્ટન, એમપી – આસિસ્ટન્ટ વ્હીપ, હાઉસ ઓફ કોમન્સ.
- ઇમોજેન વોકર, એમપી – આસિસ્ટન્ટ વ્હીપ, હાઉસ ઓફ કોમન્સ.
- જેડ બોટરિલ, એમપી – આસિસ્ટન્ટ વ્હીપ, હાઉસ ઓફ કોમન્સ.
- ડેઇર્ડ્રે કોસ્ટિગન, એમપી – આસિસ્ટન્ટ વ્હીપ, હાઉસ ઓફ કોમન્સ.
- લોર્ડ કોલિન્સ ઓફ હાઇબરી. લોર્ડ ઇન વેઇટિંગ (સરકારી વ્હીપ) – હાઉસ ઓફ લોર્ડ્સના ડેપ્યુટી લીડર.
