પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત પહેલાં એક નોંધપાત્ર હિલચાલમાં અમેરિકન કોંગ્રેસની એક શક્તિશાળી સમિતિએ ભારતનો નાટો પ્લસમાં સમાવેશ કરી નાટો પ્લસને મજબૂત કરવાની ભલામણ કરી છે.
હાલમાં નાટો પ્લસ 5 એ એક સુરક્ષા વ્યવસ્થા છે જેમાં વૈશ્વિક સંરક્ષણ સહયોગને વેગ આપવાનો હેતુ છે. નાટો પ્લસમાં પાંચ સંલગ્ન રાષ્ટ્રો – ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ, જાપાન, ઇઝરાયેલ અને દક્ષિણ કોરીયાનો સમાવેશ થાય છે. ભારતનો તેમાં સમાવેશ કરવાથી આ દેશો વચ્ચે સીમલેસ ઇન્ટેલિજન્સ શેરિંગની સુવિધા મળે અને ભારતને નવીનતમ સંરક્ષણ ટેકનોલોજીના ઉપયોગની તક મળે.

યુનાઇટેડ સ્ટેટ્સ અને ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી) વચ્ચેની વ્યૂહાત્મક સ્પર્ધા અંગેની હાઉસ સિલેક્ટ કમિટીએ ચેરમેન માઇક ગલાઘર અને રેન્કિંગ મેમ્બર રાજા કૃષ્ણમૂર્તિની આગેવાની હેઠળ, તાઇવાનની ચીન સામેની પ્રતિકારશક્તિ અને ક્ષમતા વધારવાની નીતિ દરખાસ્ત અપનાવી હતી, જેમાં ભારતને સમાવવા માટે તથા નાટો પ્લસને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે. .

“ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથેની વ્યૂહાત્મક સ્પર્ધામાં આગળ રહેવું અને તાઇવાનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ ભારત સહિત અમારા સહયોગીઓ અને સુરક્ષા ભાગીદારો સાથેના સંબંધો મજબૂત કરવા સમયની માંગ છે. નાટો પ્લસ સુરક્ષા વ્યવસ્થામાં ભારતનો સમાવેશ કરવાથી અમેરિકા અને ભારતની ભાગીદારી વધુ મજબૂત થશે. વૈશ્વિક સુરક્ષા અને સમગ્ર ઈન્ડો-પેસિફિક પ્રદેશમાં સીસીપીનું આક્રમક વલણ અટકાવી શકાશે,” એવી પસંદગી સમિતિએ ભલામણ કરી હતી.

LEAVE A REPLY

one × three =