(ANI Photo)

ભારતના સ્વદેશી વિમાનવાહક જહાજ આઇએનએસ વિક્રાન્ત પર ગત બુધવારે પ્રથમ જ વખત રાતના અંધકારમા MiG-29K યુદ્ધવિમાને સફળતાપૂર્વક ઉતરાણ કરીને એક ઇતિહાસ રચ્યો હતો. ભારતીય નૌકાદળે પણ ટ્વિટર પરની પોતાની પોસ્ટમાં આને હિસ્ટોરિક માઇલસ્ટોન (ઐતિહાસિક સીમાચિહ્ન) ગણાવ્યો હતો.

નૌકાદળે કહ્યું હતું કે, પડકારરૂપ રાત્રી ઉતરાણે આઈએનએસ વિક્રાંતના ક્રૂ અને નૌકાદળ પાયલટના સંકલ્પ, કૌશલ્ય અને પ્રોફેશનલિઝમને વ્યક્ત કર્યા હતા. આ ઘટના બની ત્યારે આઇએનએસ વિક્રાન્ત અરેબિયન સમુદ્રમાં આગળ ધપી રહ્યું હતું.

આ આત્મનિર્ભરતા તરફ નૌકાદળની આગેકૂચનું સૂચક છે’, એમ ભારતીય નૌકાદળના પ્રવક્તા કમાન્ડર વિવેક માધવાલે જણાવ્યું હતું. ‘આ પડકારજનક નાઇટ લેન્ડિંગ ટ્રાયલ વિક્રાંતના ક્રૂ અને નેવલ પાઇલોટ્સના સંકલ્પ, કૌશલ્ય અને વ્યાવસાયિકતાને પણ દર્શાવે છે’, એમ તેમણે કહ્યું હતું.

ફેબ્રુઆરીમાં, રશિયન મૂળના મીગ-29કે અને સ્વદેશી રીતે વિકસિત લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (એલસીએ) તેજસ જેટના નેવલ વેરિઅન્ટના પ્રોટોટાઇપએ એરક્રાફ્ટ કેરિયર પર ડે લેન્ડિંગ કર્યું હતું. આઈએનએસ વિક્રાંત પર મીગ-29કેનું આઈએનએસ વિક્રાંત પર પ્રથમ રાત્રી ઉતરાણના સફળ રહેવા પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભારતીય નૌકાદળને અભિનંદન પાઠવ્યા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ દેશમાં બનેલા વિમાન વાહક આઈએનએસ વિક્રાંતને કમિશન્ડ કર્યું હતું.

આઈએનએસ વિક્રાંતને બનાવવા પર રૂ. 23,000 કરોડનો ખર્ચ આવ્યો હતો, તેમાં કુશળ એર ડિફેન્સ નેટવર્ક અને એન્ટી-શિપ મિસાઈલ સિસ્ટમ છે. તેની ઉપર 30 લડાકુ વિમાન અને હેલિકોપ્ટર આવી શકે છે. આઈએનએસ વિક્રાંતમાં 2300થી વધુ કમ્પાર્ટમેન્ટ છે જેમાં 1700 જેટલા લોકો રહી શકે છે આ સાથે જ મહિલા અધિકારીઓ માટે વિશેષ કેબિન છે. તેની મહત્તમ ઝડપ 29 નોટ છે અને તે સામાન્ય રીતે 18 નોટ પર મુસાફરી કરી શકે છે.

LEAVE A REPLY

fourteen − two =