Xi Jinping became the President of China for the third time in a row

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત લાવવા માટે ચીન મધ્યસ્થતા કરે તેવી શક્યતા ઊભી થઈ છે. ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે બુધવારે યુક્રેનના વડા વોલોડિમીર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાતચીત કરી હતી તથા રશિયા અને યુક્રેન મંત્રણાઓ કરે તેવો અનુરોધ કર્યો હતો. આની સાથે તેમણે ચેતવણી પણ આપી હતી કે અણુ યુદ્ધમાં કોઇનો પણ વિજય થશે નહીં. ઝેલેન્સ્કીએ પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ શી જનપિંગ સાથે ફોન પર લાંબી અને સાર્થક મંત્રણા થઈ હતી.

બેઇજિંગે શાંતિ મંત્રણાકાર તરીકે કામ કરવાની ઇચ્છા દર્શાવ્યાના લાંબા સમય પછી ચીને આ ગતિવિધિ કરી છે. ચીની સરકારી ટીવીએ સત્તાવાર નિવેદન ટાંકીને જણાવ્યું હતું કે જિનપિંગ સંભવિત રાજકીય ઉકેલ માટેની મંત્રણા કરવા માટે યુક્રેનમાં ખાસ પ્રતિનિધિ મોકલશે.

ચીને આ યુદ્ધમાં તટસ્થ દેખાવાનો સતત પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ યુક્રેન પર મોસ્કોના આક્રમણની ટીકા કરવાનો પણ સતત ઇનકાર કરતું આવ્યું છે.રશિયાએ ફેબ્રુઆરી 2020માં યુક્રેન પર હુમલો કર્યો હતો. આ પહેલા જિનપિંગ અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને એક સંયુક્ત નિવેદન જારી કરી જણાવ્યું હતું કે તેમના દેશો વચ્ચેની “મિત્રતાની કોઈ મર્યાદા નથી.” ચીને ફેબ્રુઆરીમાં શાંતિની એક દરખાસ્ત પણ કરી હતી તથા યુદ્ધવિરામ અને મંત્રણાનો અનુરોધ કર્યો હતો.

ફોનકોલમાં જિનપિંગે યુક્રેનના પ્રેસિડન્ટને જણાવ્યું હતું કે મંત્રણા એકમાત્ર વ્યવહારુ વિકલ્પ છે. અણુ યુદ્ધમાં કોઇ વિજેતા બનતું નથી. સંબંધિત તમામ પક્ષોએ પરમાણુ મુદ્દા અંગે શાંતિપૂર્વક અને સંયમિત વ્યવહાર કરવો જોઈએ તથા પોતાના અને સમગ્ર માનવતાના ખરેખર ભાવિ અને ભાગ્યની વિચારણા કરવી જોઇએ અને કટોકટીનો ઉકેલ લાવવા માટે સાથે મળીને કામગીરી કરવી જોઇએ.

LEAVE A REPLY

5 × 3 =