ધ બેક થિયેટર, હેયસ, લંડન ખાતે 9 થી 31 ડિસેમ્બર દરમિયાન સિન્ડ્રેલા બૉલ – ફેમિલી પેન્ટોમાઇમ શોનું આયોજન કરાયું છે. ટીવી ફેવરિટ સુ હોલ્ડરનેસ, ચેનલ 5 મિલ્કશેક! પ્રસ્તુતકર્તા અને ડીજે નાથન કોનર અને બીબીસી રેડિયો પ્રસ્તુતકર્તા, યુ ટ્યુબર અને ટિકટોકર પાર્લે પટેલ સ્ટેજ પર બેથની બ્લેક, લ્યુસિએલ ક્લિફ, લિઝી ડિવર, ફ્રાન્સેસ્કા પિમ, જો પોલાર્ડ, જેમ્સ બ્રાઇસ, સમન્થા ડેન્ચ, સારાહ માર્ટિનેઝ અને આન્દ્રે ફિપ્સ સાથે જોડાશે.

પ્રથમ પેન્ટો એપીયરન્સ કરનાર પાર્લે પટેલે કહ્યું હતું કે “પેન્ટોમાં આ મારી પ્રથમ રજૂઆત હશે. હું તેની બધી મજા અને મૂર્ખતાનો મોટો ચાહક છું, અને વર્ષોથી પેન્ટોની મુલાકાત લઈ રહ્યો છું. મને ધ બેકમાં પર્ફોર્મ કરવાનું પણ ગમે છે. તેથી બે વસ્તુઓને એકસાથે લાવવી મારા માટે ખરેખર રોમાંચક છે”

ઇમેજિન થિયેટર દ્વારા પ્રોડ્યુસ્ડ અને એરિક પોટ્સ દ્વારા લખાયેલ સિન્ડ્રેલામાં ઇયાન વેસ્ટે કોરિયોગ્રાફી કરી છે તો કાશ અરશદ દ્વારા નિર્દેશિત કરાયેલ છે. તેમાં સ્ટીવ ક્લાર્ક દ્વારા સંગીતની ગોઠવણ કરી છે તો મેટ વ્હેલે લાઇટિંગ ડિઝાઇન અને કેટ જેમ્સ તેના પ્રોડક્શન મેનેજર છે. શોની ટીકીટ becktheatre.org.uk પર વેચાઇ રહી છે. BOOKING LINK: visit www.becktheatre.org.uk

LEAVE A REPLY

eleven − 9 =