Claudia Webb

પોતાના પાર્ટનર લેસ્ટર થોમસ સાથે શ્રીમતી મેરિટની મિત્રતાને પગલે ઇર્ષા અનુભવતા લેસ્ટર ઇસ્ટના 56 વર્ષીય લેબર એમપી ક્લાઉડીયા વેબે શ્રીમતી મેરિટના પરિવારને મારી નાખવાની અને તેના નગ્ન ફોટો મોકલવાની ધમકી આપતા ફોન કોલ્સનું રેકોર્ડીંગ કોર્ટમાં સંભળાવવામાં આવ્યું હતું. ક્લાઉડીયાએ તેના પાર્ટનરની ‘મિત્ર’ને ‘’મારા સંબંધોમાંથી બહાર નીકળી જા’’ એવું ફોન પર કહ્યું હોવાનું રેકોર્ડિંગ કોર્ટને સંભળાવવામાં આવ્યું હતું.

ક્લાઉડિયા વેબે 2018 અને ગયા વર્ષની વચ્ચે મિશેલ મેરિટને કથિત રીતે હેરાન કર્યા હોવાનો અને તેને ‘સ્લેગ’ કહી હોવાનો આરોપ છે. પ્રોસિક્યુટરે કહ્યું હતું કે વેબે કથિત પીડિતાને સાયલન્ટ ફોન કોલ્સ કર્યા હતા. આ ‘સતામણી અભિયાન’ પાર્ટનર લેસ્ટર થોમસ સાથે શ્રીમતી મેરિટની મિત્રતાને પગલે શરૂ થયું હતું.

વેબને સપ્ટેમ્બર 2020માં લેબર પાર્ટી દ્વારા ચાર્જ પર સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. હાલમાં તેઓ સ્વતંત્ર સાંસદ તરીકે કોમન્સમાં બેસે છે. તેણીએ ગયા વર્ષે નવેમ્બરમાં સતામણીના એક પણ ગુનામાં દોષિત ન હોવાની કબૂલાત કરી હતી.

વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયેલા રેકોર્ડિંગમાં, ક્લાઉડીયા કથિત રીતે ચીસો પાડતા સાંભળવામાં આવ્યા હતા. જેમાં તેમણે ‘મારા સંબંધમાંથી બહાર નીકળો!’ હું તમારા બધા પરિવારને મારી નાખીશ અને હું તેમને તમારી બધી તસવીરો બતાવીશ.’

પરંતુ વેબે સાયલન્ટ કોલ્સ કર્યો હોવાનો, તેના પર એસિડ ફેંકવાની ધમકીનો અથવા તેના નગ્ન ફોટા જાહેર કરવાની ધમકી આપી હોવાનો ઇનકાર કર્યો હતો.

ક્લાઉડીયાએ પોલીસ સમક્ષ સ્વીકાર્યું હતું કે તેણીએ શ્રીમતી મેરિટને ફોન કર્યો હતો. પરંતુ દાવો કર્યો હતો કે તેણીએ તેના જીવનસાથીનો સંપર્ક કરવાના પ્રયાસમાં ટૂંકા કોલ્સ કર્યા હતો. પરંતુ તેમને ખ્યાલ નહતો આવ્યો કે તે કોલ અનિચ્છનીય છે અથવા તકલીફ ઉભી કરશે. વેબે ​​કોર્ટને જણાવ્યું હતું કે મિશેલ અને થોમસે બેઠક કરીને ‘વારંવાર લોકડાઉનનો ભંગ કર્યો હતો તેથી તેણે કોલ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ‘’મને મિશેલ પ્રત્યે કોઈ ગુસ્સો નહોતો અને તે જે ટેપ રજૂ કરે છે તેના માટે હું દિલગીર છું. તે મારી શ્રેષ્ઠ ક્ષણ નહતી. પરંતુ મિશેલને કોઈ નુકસાન પહોંચાડવાનો હેતુ નહતો અને તે મારા માટે ખૂબ જ શરમજનક છે.’’

મિશેલ, શ્રી થોમસને 15 વર્ષથી ઓળખે છે અને તેઓ ‘સારા મિત્રો’ છે તેમજ અગાઉ ડેટ પર પણ ગયેલા છે.