Public outcry against Labour: Rita Patel

યુકેમાં સૌથી વધુ વૈવિધ્યસભર વસ્તી ધરાવતા લેસ્ટરના મેયર બનવાની રેસમાં ઋશી મીડના કાઉન્સિલર અને એડલ્ટ સોશિયલ કેર તેમજ કોમ્યુનિટીઝ માટે આસિસ્ટન્ટ મેયર તરીકે સેવા આપનાર કાઉન્સિલર રીટા પટેલ જોડાયા છે.

જો તેઓ ચૂંટાશે તો સમગ્ર યુરોપમાં એક શહેરની મેયર તરીકે ચૂંટાયેલી પ્રથમ મહિલા અને બ્રિટિશ એશિયન હેરિટેજની પ્રથમ મહિલા બનશે. લેસ્ટર ઇંગ્લેન્ડનું 12મું સૌથી મોટું શહેર છે અને તાજેતરની વસ્તી ગણતરી મુજબ વંશીય લઘુમતી બહુમતી ધરાવતું પ્રથમ શહેર છે.

કાઉન્સિલર પટેલને વિવિધ મુદ્દાઓ સાથે સમુદાયમાં કામ કરવાનો 40 વર્ષનો અનુભવ છે. મહિલા સંગઠન ચલાવવાથી લઇને ઈસ્ટ મિડલેન્ડ્સમાં બિઝનેસ વૃદ્ધિ માટે વ્યૂહરચના બનાવવી અને પીપુલ સેન્ટર, સમુદાયોમાં સામાજિક ન્યાય માટે લડત આપવાનો અનુભવ છે.

કાઉન્સિલર રીટા પટેલે જણાવ્યું હતું કે“આ શહેરને નવી શરૂઆતની જરૂર છે. હું સુનિશ્ચિત કરવા માંગુ છું કે આ શહેરમાં કોઈ એક વ્યક્તિ સૌથી વધારે સત્તા ઘરાવતી ન હોય. આ મેયરલ સિસ્ટમને કાઢી નાખવાનો સમય આવી ગયો છે. આ શહેરમાં નેતૃત્વની સ્પષ્ટ નિષ્ફળતા જોવા મળી છે અને હું લેસ્ટરના ભવિષ્ય માટે યોગ્ય માર્ગ નક્કી કરવા મક્કમ છું. અમને એક સુલભ અને પ્રતિભાવશીલ કાઉન્સિલની જરૂર છે જે કામ કરે અને સૌથી વધુ, લોકોને પ્રથમ સ્થાન આપે.”

કાઉન્સિલર પટેલે લેસ્ટરના લોકોને મેયરલ સિસ્ટમને કાઢી નાંખવાનું, બધાની કાળજી રાખે અને કામ કરે તેવી એક કાઉન્સિલ બનાવવાનું લેસ્ટરના અર્થતંત્રને મજબૂત બનાવવાનું, નેઇબરહૂડમાં રોકાણ કરવાનું લેસ્ટરની હરીયાળી જગ્યાઓના રક્ષણનું વચન આપ્યું છે.

લેસ્ટરમાં છેલ્લા 12 વર્ષથી એક જ મેયર પીટર સોલ્સબી (લેબર) સેવા આપે છે. તેઓ 25 વર્ષથી કાઉન્સિલના નેતા હતા. છે. નોટિંગહામ અને લંડનના લોકોની પેનલ દ્વારા 54 લેબર કાઉન્સિલ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.

 

LEAVE A REPLY

seven + nineteen =