(ANI Photo)

મીડિયા કંપની વાયાકોમ ૧૮ નેટવર્કએ કથિત ડિજિટલ પાઇરસી બદલ રેપર સિંગર બાદશાહ, બોલિવૂડ એક્ટર સંજય દત્ત અને અન્ય ૪૦ લોકો સામે FIR દાખલ કરી હતી. પોલીસ ફરિયાદમાં તમામ લોકો ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મેચો ઓનલાઇન બેટિંગ એપ પર જોવા માટે પ્રોત્સાહન આપતા હોવાનો આરોપ છે.

મીડિયા રીપોર્ટ મુજબ આ કંપનીએ દાવો કર્યો હતો કે, તેમની પાસે મેચ દર્શાવવાના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ (આઇપીઆર) છે. જોકે, આ મેચો ગેરકાયદેસર રીતે ઓનલાઇન બેટિંગ એપ ફેરપ્લે પર દર્શાવાતી હતી. એપ પર ઘણા અભિનેતાઓએ ટુર્નામેન્ટનું પ્રમોશન કર્યું હતું.

દરમિયાન એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ઇડી) આ જ એપ સામે મની લોન્ડરિંગના કેસની પણ તપાસ કરી રહી છે. જેમાં રણબીર કપૂર, હુમા કુરેશી, કપિલ શર્મા, શ્રદ્ધા કપૂર સહિતના બોલિવૂડ સ્ટાર્સને ઇડી સમક્ષ હાજર થવાનો આદેશ કરાયો છે. થોડા સમય પહેલાં આ જ મીડિયા કંપની દ્વારા પ્રકાશિત અહેવાલમાં જણાવ્યા અનુસાર ઇડીના ડિજિટલ પુરાવાને મુજબ હવાલા ચેનલ્સ દ્વારા એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને રૂ.૧૧૨ કરોડનું ફન્ડિંગ કરાયું હતું. તેમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, રૂ.૪૨ કરોડની રકમ સુધીના હોટેલ બુકિંગનું પેમેન્ટ રોકડેથી કરાયું હતું. એક સૂત્રએ ન્યૂઝ ૧૮નેજણાવ્યું હતું કે, “રણબીરને આરોપી તરીકે સમન્સ મોકલાયો નથી. તેને બેટિંગના બિઝનેસ વ્યવહારો સમજવા માટે હાજર થવાનો આદેશ અપાયો છે. રણબીરને મળેલા નાણાંના સ્રોતની માહિતી મેળવવા તેની પૂછપરછ મહત્વની છે. રણબીર કપૂર ષડયંત્રનો ભાગ ન હોઈ શકે, પણ કૌભાંડને સમજવામાં તેની પૂછપરછ જરૂરી છે.”

 

LEAVE A REPLY

four × three =