કોંગ્રેસની ભારત જોડો યાત્રાનું સોમવાર, 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં ભારે હિમવર્ષા વચ્ચે સમાપન થયું હતું.(ANI Photo/Imran Nissar)

કોંગ્રેસની ભારત જોડો યાત્રાનું સોમવાર30 જાન્યુઆરીએ શ્રીનગરમાં ભારે હિમવર્ષા વચ્ચે સમાપન થયું હતું. આ અંગેના કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેપાર્ટીના નેતા રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા તથા પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા મહેબૂબા મુફ્તીનેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા અને અન્ય લોકો હાજર રહ્યાં હતા. 

ભારત જોડો યાત્રા સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થઈ હતી.કન્યાકુમારીથી પગપાળા ચાલીને 4080 કિલોમીટર લાંબી આ યાત્રા 75 જિલ્લામાંથી પસાર થઈને પાર્ટીના સભ્યો અને સામાન્ય જનતાને એકત્રિત કરીને જમ્મુ કાશ્મીર સુધીનું અંતર કાપ્યું હતું. આ યાત્રા તમિલનાડુકેરળકર્ણાટકતેલંગાણાઆંધ્રપ્રદેશમહારાષ્ટ્રમધ્યપ્રદેશરાજસ્થાનહરિયાણાદિલ્હીઉત્તર પ્રદેશપંજાબહિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર પહોંચી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ 12 જાહેરસભાઓ100થી વધુ સભાઓ13 પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી.

લાલ ચોકમાં તિરંગો લહેરાવવાના 10 મિનિટના કાર્યક્રમ માટે સઘન સુરક્ષા હતી. આ ચોક તરફ જતાં એક કિલોમીટરના તમામ રસ્તાઓ શનિવાર રાતથી બંધ કરી દેવામાં આવ્યા હતા અને કોઈપણ વાહનની અવરજવરને મંજૂરી આપવામાં આવી ન હતી. 

LEAVE A REPLY

nineteen + 5 =