પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કેલિફોર્નિયામાં સેક્સ માણવા દરમિયાન પાર્ટનરની મૌખિક મંજૂરી વિના કોન્ડમ દૂર કરવાનું ગેરકાયદે બનાવાયું છે. ગવર્નર ગેવિન ન્યૂસમે આ અંગેના બિલ ઉપર હસ્તાક્ષર કર્યા છે. બિલ અંતર્ગત મંજૂરી વિના કોન્ડમ હટાવવાને ‘સેક્સ્યુઅલ બેટરી’ ગણાવવામાં આવ્યું છે.

‘સ્ટીલ્ધીંગ’ના જાણીતા નામે ઓળખાતી આવી ગતિવિધિને અનૈતિક અને ગેરકાયદે ગણાવતા કેલિફોર્નિયા વિધાનસભાના સભ્ય ગાર્સિયાએ આ બિલ રજૂ કર્યું હતું. ‘સ્ટીલ્ધીંગ’ ઉપર સ્પષ્ટપણે પ્રતિબંધ મૂકનાર કેલિફોર્નિયા પ્રથમ રાજ્ય બન્યું છે. સ્ટીલ્ધીંગથી સેક્સ પાર્ટનગરને અનિછનિય ગર્ભાધાન કે વિભિન્ન રોગનો શિકાર બનવાનું જોખમ રહે છે. હવે પછી આ ગતિવિધિ ભંગથી થનારા શિક્ષાત્મક નુકસાન અને તે પછીના આનુષાંગિક પગલાં કોર્ટ નક્કી કરશે.