. (ANI Photo)

ચંદ્ર પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ માટે રશિયા, બ્રિટન અને યુએઈ સહિતના દેશોએ ભારતને અભિનંદન આપ્યાં હતાં અને જણાવ્યું હતું કે આ ઐતિહાસિક ઘટના વિજ્ઞાન-ટેકનોલોજી ક્ષેત્રમાં ભારતની પ્રભાવશાળી પ્રગતિનો પુરાવો છે. યુએસ, યુકે અને યુરોપની અવકાશ એજન્સીઓએ ભારતને અભિનંદન પાઠવ્યાં હતા.

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ માટે અભિનંદન આપતાં પુતિને જણાવ્યું હતું કે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ભારતના ચંદ્રયાન-3 સફળ ઉતરાણ બદલ મારા હૃદયપૂર્વકના અભિનંદન. તે અવકાશના સંશોધનમાં આ એક લાંબી છલાંગ છે તથા સાયન્સ અને એન્જિનિયરિંગમાં ભારતે કરેલી પ્રભાવશાળી પ્રગતિનો પુરાવો છે.

ઐતિહાસિક ક્ષણ લેખાવતા બ્રિટિશ વિદેશ પ્રધાન જેમ્સ ક્લેવર્લીએ જણાવ્યું હતું કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પ્રથમ વખત ઉતરાણ કરવા બદલ ભારતને અભિનંદન. ભારતીય લોકોની અસાધારણ સિદ્ધિ.

UAEના વાઇસ પ્રેસિડન્ટ અને વડાપ્રધાન તથા દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે ભારતને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અવકાશયાન ઉતરનાર પ્રથમ દેશ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે એક્સ પર જણાવ્યું હતું કે ચંદ્ર પર સફળ ઉતરાણ માટે ભારતમાં અમારા મિત્રોને અભિનંદન. રાષ્ટ્રોનું નિર્માણ દ્રઢતાથી થાય છે, ભારતે ઇતિહાસ રચવાનું રાખ્યું છે.

નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’એ પણ તેમના ભારતને  ચંદ્રયાન-3ની સફળતા માટે અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે હું આજે ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ તથા વિજ્ઞાન અને અવકાશ તકનીકમાં ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતની ISRO ટીમને અભિનંદન આપું છું. માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે ઈતિહાસ રચવા બદલ ભારતને અભિનંદન પાઠવ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે “ભારતે ઈતિહાસ રચ્યો! દક્ષિણ એશિયાના એક રાષ્ટ્ર અને પાડોશી તરીકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ચંદ્રયાન3ના સફળ ઉતરાણ પર અમને ગર્વ છે. સમગ્ર માનવતા માટે આ એક સફળતા છે! સંશોધનના નવા ક્ષેત્રો માટે નવા રસ્તાઓ ખોલી રહ્યા છે. અભિનંદન ભારત.

 

LEAVE A REPLY

3 × five =