(ANI Photo)

બ્રિક્સ દેશોના બિઝનેસ લીડર્સની બેઠકમા બ્રિક્સ માટે એક કોમન કરન્સી અંગે કોઇ સર્વસંમતી સધાઈ ન હતી.  બ્રિક્સ સમિટમાં અત્યાર સુધીના બે સંબોધનમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના નેતાઓએ પણ આ મુદ્દાનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો અથવા ઘણો ઓછો ઉલ્લેખ કર્યો હતો.

સ્ટાન્ડર્ડ બેંક ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ સિમ ત્શાબાલાએ જણાવ્યું હતું કે બિક્સ બિઝનેસ ફોરમમાં ઇન્ટરનેશનલ પેમેન્ટ સિસ્ટમની વિગતવાર ચર્ચા થઈ હતી. બિક્સની કોમન કરન્સી અંગે પણ ચર્ચા થઈ હતી, પરંતુ તેની તરફેણમાં અને વિરુદ્ધમાં અભિપ્રાય મળ્યાં હતાં. તેઓ મંગળવારે સાંજે બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ ફોરમ તરફથી રિપોર્ટ આપી રહ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે “આફ્રિકન દેશોના દૃષ્ટિકોણથી આ વાર્તાલાપની એક વિશેષતા સમગ્ર આફ્રિકા માટે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમની ચર્ચા હતી

 

 

LEAVE A REPLY

2 + seventeen =