REUTERS/Amit Dave

ગુજરાતમાં સર્જાયેલા લઠ્ઠાકાંડને રાજ્યની ભાજપ સરકાર પર પ્રહાર કરતાં કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે  ગાંધી-સરદારના ગુજરાતમાં એક સમયે દૂધના ટેન્કર ઠલવાતા હતા, પરંતુ સરકારના આશીર્વાદથી હવે દારુના ટેન્કર ઠલવાઈ રહ્યા છે.

કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ લઠ્ઠાકાંડ અંગે સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયું છે. રોજે રોજ હજારો લીટર દારુ ગુજરાતમાં આવે છે છતાં ગાંધીનગરમાં બેઠેલા સંત્રી અને મંત્રી સબ સલામતના દાવા કરે છે. નશાબંધીનો કાયદો કાગળ પર હોય તેમ હપ્તા રાજ ચાલી રહ્યું છે. પ્રમાણિક અધિકારીઓને સાઈડ પોસ્ટીંગ જ્યારે વિપક્ષને દંડારાજથી ડરાવતા અધિકારીઓને સારું પોસ્ટિંગ આપવામાં આવે છે. ગુજરાતમાં અસમાજિક તત્વો દ્વારા બેફામ કરોડો રૂપિયાનો દારુ અને ડ્રગ્સ ઠલવાય છે ત્યારે આ દૂષણને નાથવા કડક પગલાં ભરે અને આ ઘટના અંગે ગૃહમંત્રી જાહેરમાં નિવેદન આપે તેવી માગ કોંગ્રેસ પ્રવક્તાએ કરી છે. દરમિયાન પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ દુ:ખદ ઘટના અંગે ટ્વીટ કરીને ગૃહમંત્રીના રાજીનામાની માગણી કરી છે.