(ANI Photo)

કોંગ્રેસે મંગળવાર, 12 માર્ચે લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના સાત સહિત ચાર રાજ્યો માટે 43 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. કોંગ્રેસે પ્રથમ યાદીમાં ગુજરાતની લોકસભાની બેઠક માટે એકપણ ઉમેદવારના નામ જાહેર કર્યા ન હતાં.

આ યાદીની જાહેરાત કરતાં કોંગ્રેસના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલ જણાવ્યું હતું કે “અમે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની અમારી પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આજે, અમે બીજી યાદી જાહેર કરવા જઈ રહ્યા છીએ. ગઈકાલે, કોંગ્રેસે આસામ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના લગભગ 43 નામોની યાદીને મંજૂર કરી હતી. આ યાદીમાં 43 ઉમેદવારોમાંથી 10 સામાન્ય ઉમેદવારો, 13 OBC ઉમેદવારો, 10 SC ઉમેદવારો, 9 ST ઉમેદવારો અને 1 મુસ્લિમ ઉમેદવાર છે.”

પાર્ટીએ આસામના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન તરુણ ગોગોઈના પુત્ર ગૌરવ ગોગોઈ, અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત અને કમલનાથના પુત્ર નકુલ નાથ સહિત નવી પેઢીના નેતાઓને તેના ઉમેદવાર બનાવ્યાં છે. રાજસ્થાનના જાલોરથી લડનાર વૈભવ ગેહલોત 2019માં જોધપુરથી ગજેન્દ્ર સિંહ શેખાવત સામે ચૂંટણી હારી ગયા હતા.આ ઉપરાંત રાજ્યના પૂર્વ પોલીસ વડા હરીશ મીણા ટોંક-સવાઈ માધોપુરથી ચૂંટણી લડશે.

 

ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારો

કચ્છઃ નીતિશભાઈ લાલન

બનાસકાંઠા: ગેનીબેન ઠાકુર

અમદાવાદ પૂર્વ: રોહન ગુપ્તા

અમદાવાદ પશ્ચિમઃ ભરત મકવાણા

પોરબંદરઃ લલિતભાઈ વસોયા

બારડોલી: સિદ્ધાર્થ ચૌધરી

વલસાડ: અનંતભાઈ પટેલ

 

LEAVE A REPLY

nineteen − 8 =