પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી કોંગ્રેસે તેની તમામ મોટી રેલીઓ સ્થગિત કરી દીધી છે. કોરોનાના વધતા જતા કેસોને કારણે કોંગ્રેસે આ નિર્ણય લીધો છે. આ સિવાય કોંગ્રેસે યુપીમાં ‘લડકી હું લડ શકતી હું’ મેરેથોન સ્થગિત કરવાનો નિર્ણય પણ લીધો છે.

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું હતું કે, કોંગ્રેસે ઉત્તરપ્રદેશ અને અન્ય ચૂંટણી રાજ્યોમાં મોટી રેલીઓ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. અમે તેમના રાજ્યોમાં કોવિડની સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને રેલીઓ યોજવા અંગે નિર્ણય લેવા જણાવ્યું છે. આ સિવાય યુપી કોંગ્રેસે પણ ‘લડકી હું લડ શકતી હું’ મેરેથોન મોકૂફ રાખી છે. નોઈડા, વારાણસી અને અન્ય જિલ્લાઓમાં 7-8 મેરેથોન રેલીઓ યોજવાની હતી.