પ્રખ્યાત સંગીતકાર એ. આર. રહેમાન જણાવ્યું હતું કે તેમને હવે ઓછું કામ મળી રહ્યું છે, કારણ કે હિન્દુ ફિલ્મ ઉદ્યોગમાં છેલ્લા આઠ વર્ષમાં સત્તા પરિવર્તન થયું છે અને અને તે કદાચ કોમવાદી વલણને કારણે હોઈ શકે છે. કોઈએ તેમને આ વાત સીધી રીતે કહી નથી, પણ તેમને આવી વાતો સાંભળી છે. બોલિવૂડમાં કોમવાદી માનસિકતાને કારણે તેમને ઓછું કામ મળતું હોવાની તેમની આવી ટીપ્પણીથી ભારે વિવાદ પણ થયો હતો. હિન્દુવાદી સંગઠનોએ આવી ટીપ્પણી બદલ રહેમાનની આકરી ઝાટકણી કાઢી હતી.
ઓસ્કાર વિજેતા સંગીતકારે બીબીસી એશિયન નેટવર્કને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, કોમવાદી માનસિકતાની બાબત “ચાઇનીઝ વ્હીસ્પર્સ”થી તેમના સીધી પહોંચી છે. હું કામની શોધમાં નથી. હું ઇચ્છું છું કે કામ મારી પાસે આવે.
૧૯૯૦ના દાયકામાં હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં શરૂઆત કરી ત્યારે શું તેમને કોઈ પૂર્વગ્રહનો સામનો કરવો પડ્યો હતો કે નહીં તેવા સવાલના જવાબમાં રહેમાને કહ્યું હતું “કદાચ મને આ બધી બાબતોની ખબર ન પડી હોય. કદાચ ભગવાને આ બધી બાબતો છુપાવી રાખી હોય. પરંતુ મારા માટે મેં ક્યારેય આમાંથી કોઈ અનુભવ્યું નથી. પરંતુ છેલ્લા આઠ વર્ષથી સત્તા પરિવર્તન કારણે કોમવાદી માનસિકતા હોઇ શકે છે. જે લોકો સર્જનાત્મક નથી તેમની પાસે હવે નિર્ણય લેવાની સત્તા છે અને આ એક સાંપ્રદાયિક બાબત પણ હોઈ શકે છે, પણ મને તેનો સીધો અનુભવ થયો નથી. મને એવું લાગે છે કે ચાઇનીઝ વિસ્પર્સ કહે છે કે તેઓએ તમને બુક કર્યા છે પરંતુ સંગીત કંપનીએ આગળ વધીને પાંચ સંગીતકારો રાખી લીધા છે.
રહેમાની ટીપ્પણી પર પ્રતિક્રિયા આપતા પીઢ પટકથા લેખક જાવેદ અખ્તરે કહ્યું હતું કે તેમને ખરેખર એવું નથી લાગતું કે ઉદ્યોગ સાંપ્રદાયિક બની ગયો છે, હકીકતમાં તેમને એવું પણ નહોતું લાગતું કે રહેમાન આવું નિવેદન આપી શકે છે.











