(istockphoto.com)

ગુજરાતમાં ગુરુવારે કોરોના વાઇરસના વિક્રમજનક 1,961 નવા કેસ નોંધાયા હતા અને સાત વ્યક્તિના મોત થયા હતા. આની સામે 1,405 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,80,285 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. રાજ્યમાં સાજા થવાનો રેસિયો 95.29 ટકાએ પહોંચ્યો હતો.

સરકારે ગુરુવારે સાંજે જાહેર કરેલી માહિતી મુજબ અમદાવાદમાં 558 નવા કેસ નોંધાયાં હતાં અને એકનું મોત થયું હતું, જ્યારે સુરતમાં 628 કેસ નોંધાયા હતા અને 4 વ્યકિતના મોત થયા થયા હતા. આ ઉપરાંત વડોદરામાં 184 અને રાજકોટમાં 168 કેસ, જામનગરમાં 44 અને ગાંધીનગરમાં 38 કેસ, ભાવનગરમાં 31 અને જૂનાગઢમાં 8 કેસ, નર્મદામાં 27, પાટણમાં 24, બનાસકાંઠામાં 19 કેસ, દાહોદ–કચ્છમાં 19 – 19, ખેડા–મહેસાણામાં 18 – 18 કેસ, અમરેલી, આણંદ,સુરેન્દ્રનગરમાં 16–16 કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં ગુરુવારની સાંજ સુધી કુલ 9,372 કુલ એક્ટિવ કેસ હતા., તેમાંથી 81 દર્દીઓ વેન્ટીલેટર પર હતા અને 9291 દર્દીઓની હાલત સ્ટેબલ હતી. ગુજરાતમાં અત્યાર સુધીમાં 4,473 લોકોના કોરોનામાં મોત થઈ ચૂક્યા છે.