NEW DELHI: COVID-19 INDIA UPDATE : PTI GRAPHICS(PTI7_5_2021_0010100005)

ભારતમાં સોમવારે કોરોનાના નવા 39,796 કેસ નોંધાયા હતા અને 723ના મોત થયા હતા. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 3,05,85,229 થઈ હતી અને મૃત્યુઆંક વધીને 4,02,728 થયો હતો. ભારતમાં કોરોનાની બીજી લહેર બાદ બીજી વખત દૈનિક કેસોની સંખ્યા 40 હજારની અંદર પહોંચી ગઈ હતી. આ પહેલા પણ આમ થયું હતું જોકે, ફરી કેસમાં વધારો થતા નવા કેસની સંખ્યા 40ને પાર પહોંચી ગઈ હતી, જોકે, આ પછી તેમાં સતત ગુરુવારથી ઘટાડો નોંધાઈ રહ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે સવારે જારી કરેલા ડેટા અનુસાર 24 કલાકમાં કોરોનાના સાજા થયેલા દર્દીઓની સંખ્યા અને નવા કેસની સંખ્યા વચ્ચેનું અંતર ઘટીને 42,352 થઈ ગયું હતું. ભારતમાં કોરોનાને હરાવીને સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,97,00,430 સાથે 3 કરોડની નજીક પહોંચી ગઈ હતી.

દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને આશરે 4.82 લાખ થઈ હતી, જે કુલ કેસના 1.58 ટકા થાય છે. રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ સુધરીને 97.11 ટકા થયો હતો. રવિવારે કુલ 15.22 લાખ લોકોના કોરોના ટેસ્ટ થયા હતા. ડેઇલી પોઝિટિવિટી રેટ 2.61 ટકા રહ્યો હતો અને વીકલી પોઝિટિવિટી રેટ ઘટીને 2.4 ટકા થયો હતો. કોરોનાથી રિકવર થયેલા લોકોની સંખ્યા નવા કેસો કરતાં સતત 53માં દિવસે વધુ રહી હતી.