(istockphoto.com)

ભારતમાં દૈનિક ધોરણે કોરોના વાઇરસના નવા કેસની સંખ્યા આ મહિને બીજી વખત 60,000થી નીચી રહી છે. દેશમાં દૈનિક મૃત્યુઆંક પણ ત્રણ મહિના પછી પ્રથમ વખત 600થી નીચો રહ્યો હતો.

આરોગ્ય મંત્રાલયના સોમવારના સવાર આઠ વાગ્યા સુધીના ડેટા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 55,722 નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા આશરે 75.50 લાખ થઈ હતી. અગાઉ 13 ઓક્ટોબરે ભારતમાં કોરોના નવા કેસની સંખ્યા 60,000થી નીચે રહી હતી. કોરોનાનો મૃત્યુઆંક વધીને 1,14,610 થયો હતો. છેલ્લાં 24 કલાકમાં દેશમાં 579 લોકોના મોત થયા હતા. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ સતત ત્રીજા દિવસે આઠ લાખથી ઓછી રહી હતી. હાલમાં દેશમાં આશરે 7.72 લાખ એક્ટિવકેસ છે, જે કુલ કેસના આશરે 10.23 ટકા છે. કોરોના વાઇરસથી રિકવર થયેલા લોકોની સંખ્યા આશરે 66.63 લાખ રહી હતી. તેનાથી રાષ્ટ્રીય રિકવરી રેટ 88.26 ટકા રહ્યો હતો.