નવા ડેટા મુજબ રાજધાની લંડનમાં હવે દિવસના ફક્ત 24 લોકોને જ કોરોનાવાયરસનો ચેપ લાગે છે જે સમગ્ર ઇંગ્લેન્ડમાં સૌથી ઓછો દર છે. જેને પગલે આશા છે કે હવે લોકડાઉન વધુ હળવુ થઈ શકે છે. લંડનનો વાયરસનો રીપ્રોડ્કશન (આર) રેટ 0.4 છે જેનો અર્થ એ થાય છે કે રોગચાળો ખૂબ જ ઝડપથી શમી રહ્યો છે અને દર સાડા ત્રણ દિવસે રોગના કેસો અડધા થઇ રહ્યા છે. જો આમ જ રોગમાં ઘટાડો થતો રહેશે તો બે અઠવાડિયામાં કદાચ રોજ કોઇ નવો કેસ નોંધાશે નહિ તેવી અપેક્ષા રાખી શકાય તેમ ડેટા સૂચવે છે. બે મહિના પહેલાં લૉકડાઉન શરૂ થયું ત્યારે લંડનના રોજના નવા દૈનિક કિસ્સાઓ 200,000થી ઉપર હતા.

પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના રીસર્ચરો દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું હતુ. જેમાં જણાવાયું હતુ ઇંગ્લેન્ડની વસ્તીના લગભગ 12 ટકા લોકોને કોવિડ-19નો ચેપ લાગ્યો હતો. જેમાંના 0.63 ટકા લોકો મરણ પામ્યા હતા. સરકારી વૈજ્ઞાનિકોની પેનલ SAGE ની પેટા સમિતિને આંકડા આપતી ટીમનો અંદાજ છે કે લંડનમાં વસ્તીના ૨૦ ટકા એટલે કે 1.8 મિલિયન લોકોને આ રોગ થઈ ચૂક્યો છે. અને 10મી મેના રોજ લંડનના 10 થી 53 લોકોને ચેપ લાગ્યો હતો. જે સંખ્યા આજ સુધીમાં ઘટીને માત્ર 10 થઈ ગઈ હશે.

ટીમના મૉડેલમાં જણાવાયું હતું કે દર 160 કેસોમાં ફક્ત એક જ મૃત્યુ થયુ હતું. જે સૂચવે છે કે, હાલના દરે, લંડનના દૈનિક મૃત્યુની સંખ્યા ત્રણ અઠવાડિયામાં શૂન્યના સ્તરે પહોંચી જશે. ત્રણ અઠવાડિયા પહેલા રાજધાનીમાં દરરોજ ચેપ લાગતા લોકોની સંખ્યા 482ની આસપાસ હતી, જે સરેરાશ ત્રણ નવા મોતની બરાબર કહી શકાય.

લંડન એક સમયે દેશનો સૌથી અસરગ્રસ્ત પ્રદેશ હતો જે હવે સુધારાના દરેક ક્ષેત્રે આગળ છે અને જૂન સુધીમાં કોઇ નવા કેસો નોંધાશે નહિ. એવું માનવામાં આવે છે કે લંડનમાં દેશના બાકીના સ્થળો કરતાં વધુ ઝડપથી ચેપના દરમાં ઘટાડો થઇ રહ્યો છે. કારણ કે લંડનમાં લોકડાઉન શરૂ થતાં પહેલા જ પબ્લિટ ટ્રાન્સપોર્ટમાં સામાજિક અંતરના નિયમો લદાયા હતા.

બીજી તરફ નોર્થ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં રોગચાળાના કારણે દરરોજ 4,000 લોકોને ચેપ લાગી રહ્યો છે અને આર રેટ 0.8નો છે, જે લંડન કરતા બમણો છે. નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડમાં દરરોજ આશરે 2,400 નવા કેસ જોવા મળી રહ્યા છે.

અગ્રણી નિષ્ણાતોએ આજે આ ​​પ્રોજેક્શનની ચોકસાઈ પર સવાલ ઉઠાવ્યા હતા જેના ડેટા પીએચઇ અને એનએચએસ ઇંગ્લેન્ડ દ્વારા રજૂ કરાયા હતા. રોગચાળા અંગેના નિષ્ણાંત વૈજ્ઞાનિકે દલીલ કરી હતી કે લંડન માટે નવા કેસોની સંખ્યા ‘અતિશય અસંભવિત’ છે અને બીજા વૈજ્ઞાનિકે દલીલ કરી હતી કે તે અપેક્ષા રાખે છે કે સંખ્યા 24થી વધારે થવાની અપેક્ષા છે.

આંકડામાં જણાયું હતુ કે કોવિડ-19ના કારણે સંક્રમિત થયેલા લોકોમાંથી આશરે 0.63 ટકા લોકો મરણ પામ્યા હતા. જે મોસમી ફલૂ કરતા છ ગણા વધારે હતા.

વાયરસ કેટલો જોખમી છે?

કેમ્બ્રિજ-પીએચઇ ટીમે ઈંગ્લેન્ડમાં થયેલા ચેપ અને મૃત્યુદરના અંદાજને આધારે વાયરસનો ભોગ બનેલા કેટલા લોકો મરણ પામશે તેનો અંદાજ લગાવ્યો હતો. વિશ્વભરમાં કોવિડ-19ના કારણે મરણ પામનારા લોકોનો દર સમાન જોવા મળ્યો હતો. પરંતુ વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યું હતું કે મરણનો દર 0.49 કે 0.81 ટકા જેટલો થઈ શકે છે.

વય જૂથ મૃત્યુ દર%
ઓવરએલ 0.63
0-4 0.00052
5-14 0.004
15-24 0.0032
25-44 0.018
45-64 0.28
65-74 1.8
75+ 16

 

તમારા વિસ્તારમાં કેટલા લોકોને વાયરસનો ચેપ લાગ્યો છે?

એટેક રેટનો ઉપયોગ કેમ્બ્રિજ-પીએચઇની ટીમે ચેપ લાગેલ કોઈપણ જૂથની ટકાવારી વર્ણવવા માટે કર્યો હતો. ઉદાહરણ તરીકે, લંડનમાં 20%નો એટેક રેટ સૂચવે છે કે રાજધાનીમાં રહેતા દર પાંચમાંથી એકને વ્યક્તિને વાયરસનો ચેપ લાગી ચૂક્યો છે.

સરકાર દ્વારા આપવામાં આવેલા અંદાજ કરતાં આ દર શા માટે અલગ છે? નંબર 10 ના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પેટ્રિક વાલેન્સે ગયા અઠવાડિયે એન્ટિબોડી સેમ્પલના પ્રારંભિક ડેટાના આધારે જાહેર કર્યું હતું કે બ્રિટનના લગભગ 4 ટકા લોકોને COVID-19 નો ચેપ લાગ્યો હતો. તેની સામે પીએચઇ અને એનએચએસ ઇંગ્લેન્ડ દ્વારા નોંધાયેલા તમામ મૃત્યુનું વિશ્લેષણ કરી રફ અંદાજ કાઢવામાં આવ્યો હતો.

 

પ્રદેશ કુલ કેસ એટેક રેટ
ઇંગ્લેન્ડ 6,540,000 12%
ઇસ્ટ ઇંગ્લેન્ડ 650,000 10%
લંડન 1,830,000 20%
મિડલેન્ડ્સ 1,180,000 11%
નોર્થ ઇસ્ટ અને યોર્કસ 935,000 11%
નોર્થ વેસ્ટ 960,000 14%
સાઉથ ઇસ્ટ 732,000 8%
સાઉથ વેસ્ટ 265,000 5%