પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)
 • આ મહિનાના અંતથી ઘરેથી કામ કરવાના માર્ગદર્શનનો અંત લવાય તેવી શક્યતાઓ છે. ઘરેથી કામ કરાતું હોવાથી બિઝનેસીસને આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
 • લેવલીંગ-અપ સેક્રેટરી માઈકલ ગોવે કહ્યું કે દેશે કોવિડ સાથે જીવતા શીખવું પડશે.
 • સરકારના ચિફ મૉડલરે સ્વીકાર્યું છે કે બૂસ્ટર ડોઝ આપવાનો વિચાર ધાર્યા કરતાં વધુ અસરકારક રહ્યો હતો.
 • ફ્રાન્સ બ્રિટિશ પ્રવાસીઓ માટે માન્ય ન હોવાથી ઑસ્ટ્રિયા અને સ્વિટ્ઝર્લેન્ડમાં સ્કી રજાઓ માટેનું બુકિંગ તેજીમાં છે.
 • સંશોધનમાં જાણવા મળ્યું છે કે સામાન્ય શરદી સાથેનો અગાઉનો ચેપ લોકોને કોરોનાવાયરસ સામે રક્ષણ આપવામાં મદદ કરી શકે છે.
 • સમગ્ર યુકેમાં 142,224થી વધુ કેસો નોંધાયા હતા, અને ઈંગ્લેન્ડમાં 1,862 લોકો હોસ્પિટલમાં દાખલ થયા હતા. જે બંનેનું સ્તર ઘટી રહ્યું હોવાના સંકેતો હતા. એક સપ્તાહમાં દૈનિક સરેરાશ 50 ટકા સાથે સિત્તેર મૃત્યુ નોંધાયા હતા.
 • યુકેમાં મફત લેટરલ ફ્લો ટેસ્ટની જોગવાઈ સમાપ્ત થઈ શકે છે. વડા પ્રધાન આ અઠવાડિયામાં મોટી જાહેરાત કરે તેવી અપેક્ષા છે. ભવિષ્યમાં માત્ર કેર હોમ્સ, હોસ્પિટલો અને શાળાઓમાં અને લક્ષણો ધરાવતા લોકોને મફત ટેસ્ટ કીટ પૂરી પાડવામાં આવી શકે છે.
 • NHS ટેસ્ટ અને ટ્રેસ દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગને પણ પાછું લેવામાં આવે તેવી અપેક્ષા છે.
 • દરેકને મફત લેટરલ ફ્લો ટેસ્ટ આપવાનું ચાલુ રાખવાથી જાહેર નાણાંના £6 બિલિયનથી વધુ ખર્ચ થયો છે.
 • દેશના વેક્સીન રસી ટાસ્ક ફોર્સના ભૂતપૂર્વ અધ્યક્ષ, ડૉ. ક્લાઇવ ડિક્સે જણાવ્યું હતું કે કોવિડ-19ને હવે ફ્લૂ તરીકે ગણાવો જોઈએ, અને યુકેમાં બૂસ્ટર શોટ્સ પછી સામૂહિક રસીકરણ ઝુંબેશ સમાપ્ત થવી જોઈએ.
 • વડા પ્રધાન જૉન્સને ટ્વિટર પર લખ્યું હતું કે “કોરોનાવાઇરસે આપણા દેશમાં ભયંકર ટોલ લીધો છે અને મૃત્યુની સંખ્યા 150,154 ઉપર પહોંચી ગઈ છે.’’
 • યુકેનો મૃત્યુઆંક યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રાઝિલ, ભારત, રશિયા, મેક્સિકો અને પેરુ પછી વિશ્વનો સાતમો સૌથી ખરાબ સત્તાવાર કોવિડ મરણઆંક છે.
 • ઓમિક્રોને ઇંગ્લેન્ડની નેશનલ હેલ્થ સર્વિસ હોસ્પિટલો પર દબાણ કરતાં બ્રિટને કેન્સર સર્જરી જેવી નિર્ણાયક સારવાર પહોંચાડવા માટે સૌથી મોટી ખાનગી હેલ્થ કંપનીઓને હાઇ એલર્ટ પર મૂકી છે. આ માટે NHS ખાનગી આરોગ્ય કંપનીઓ સાથે ત્રણ મહિનાનો સોદો કરશે.
 • NHS પ્રેક્ટિસ પ્લસ ગ્રુપ, સ્પાયર હેલ્થકેર, નફિલ્ડ હેલ્થ, સર્કલ હેલ્થ ગ્રુપ, રામસે હેલ્થ કેર યુકે, હેલ્થકેર મેનેજમેન્ટ ટ્રસ્ટ, વન હેલ્થકેર, હોર્ડર હેલ્થકેર, એસ્પેન હેલ્થકેર અને KIMS હોસ્પિટલ સાથે કરાર કરશે.