Croydon Council
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

£120 મિલિયનના બેલઆઉટ છતાં સાઉથ લંડનની ક્રોયડન કાઉન્સિલને ત્રીજી વખત અસરકારક નાદારી જાહેર કરવાની ફરજ પડી છે. કાઉન્સિલના મેયરે નાદારી માટે ‘વણઉકેલાયેલા ઐતિહાસિક એકાઉન્ટિંગ જોખમો’ને જવાબદાર ઠેરવ્યા હતા. ક્રોયડનના મેયર જેસન પેરીએ હવે સેક્રેટરી ઓફ સ્ટેટ માઈકલ ગોવને પત્ર લખીને સરકાર પાસેથી વધુ નાણાંની માંગણી કરી છે.

ક્રોયડન કાઉન્સિલે મંગળવારે સવારે સેક્શન 114 નોટિસ જારી કરી સ્વીકાર્યું હતું કે ઐતિહાસિક નાણાકીય ગેરવહીવટની ચાલી રહેલી અસરને કારણે તે આગામી નાણાકીય વર્ષમાં તેના બજેટને સંતુલિત કરી શકશે નહીં. કાઉન્સિલે સૌપ્રથમ 2020 માં નાદારી જાહેર કરી હતી. તે સમયે એકાઉન્ટ્સ સંતુલિત કરવા માટે કેન્દ્ર સરકારે £120 મિલિયનની બેલઆઉટ લોન આપી હતી.

ક્રોયડનના મેયર જેસન પેરીએ જણાવ્યું હતું કે ‘’કાઉન્સિલે £48 મિલિયનના વધારાના ખર્ચનો પર્દાફાશ કર્યો છે જે વણઉકેલાયેલા ઐતિહાસિક એકાઉન્ટિંગ જોખમોને દોષી ઠેરવી આવતા વર્ષના બજેટમાં ઉમેરવામાં આવશે.

કાઉન્સિલ પાસે કુલ £1.6 બિલિયનનું દેવું છે જે ચૂકવવા માટે તેણે વર્ષે £47 મિલિયન ચૂકવવા પડે છે. બે વર્ષ પહેલાં પ્રથમ નાદારી નોંધાવ્યા પછી, ક્રોયડને £90 મિલિયનની બચત કરી છે અને £50 મિલિયન સંપત્તિના વેચાણમાંથી મેળવ્યા છે.  2023/24માં બચતમાં £44 મુલિયનનો વધારો કરવાની અને આગામી વર્ષોમાં સૂચિત સંપત્તિના વેચાણ દ્વારા લગભગ £100 મિલિયન મેળવવાનો છે. જો કે, આ મદદ પૂરતી નથી. તેને આગામી નાણાકીય વર્ષમાં £130 મિલિયન જેટલો ખર્ચ ઘટાડવાની જરૂર પડશે.

LEAVE A REPLY

four × two =