ક્રૂડ ઓઇલના વધતાં જતાં ભાવને અંકુશમાં લેવા માટે વિશ્વ ભરના દેશો એક થઈ રહ્યો હોય તેવું લાગે છે. અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનને મંગળવારે જણાવ્યું હતું કે તેમની સરકાર ઇંધણના ભાવને કાબુમાં લેવા માટે વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારનો ઉપયોગ કરશે. આ વૈશ્વિક પ્રયાસોમાં અમેરિકા, ભારત, ચીન, જાપાન, કોરિયા અને બ્રિટન પણ જોડાયા છે. આવી તેના પ્રકારની પ્રથમ વૈશ્વિક હિલચાલ છે.

અમેરિકા તેના ભંડારમાંથી 50 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ છુટું કરશે. આમાંથી 32 મિલિયન બેરલ આગામી થોડા મહિનામાં એક્સ્ચેન્જ કરાશે. વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ જો જરૂર પડે તો વધારાના પગલાં લેવા માટે તૈયાર છે તથા પૂરતો સપ્લાય જાળવા રાખવા વિશ્વના બાકી દેશો સાથે સહકાર સાધવા તેમની સંપૂર્ણ સત્તાનો ઉપયોગ કરશે. ભારતે પણ તેના વ્યૂહાત્મક ભંડારમાંથી 5 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ છુટું કરવાનો નિર્ણય કર્યો છે. ભારતના પેટ્રોલિયમ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે આ દેશો સાથે વિચારવિમર્શ કર્યા બાદ ક્રૂડ ઓઇલ છુટું કરાશે. ભારત પાસે તેના રિઝર્વ ભંડારમાં 26.5 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ છે.

અમેરિકામાં ગેસોલીનના ભાવો આસમાનને આંબતા તથા ઘરઆંગણે એપ્રુવલ રેટીંગ ઘટતા પ્રમુખ બાઇડેને ચીન, ભારત, જાપાન, દક્ષિણ કોરિયાને ઓઇલ રીલીઝ કરવા જણાવ્યું હતુંરશિયા અને ઓપેક રાષ્ટ્રો દર મહિનાના ધોરણે પ્રતિદિન ચાર લાખ બેરલ ઓઇલ ઉત્પાદન કરે છે પરંતુ વધુ પડતી ઓઇલ ઉત્પાદનની બાઇડેનની માંગ ફગાવી ચૂક્યા છે. આ દેશો દ્વારા ઓઇલ સ્ટોક રીલીઝ કરે તો તથા યુરોપમાં કોરોના લોકડાઉનના કારણે ક્રૂડના ભાવો 70.30 ડોલર (બેરલ દીઠ) બોલતા હતા જે ઓક્ટોબરના સૌથી ઊંચા ભાવથી સાત ડોલર ઓછા હતા.

અમેરિકાના 45થી 60 મિલિયન બેરલ પુરવઠા સહિત સંયુક્ત જૂથના દેશો દ્વારા 100થી 120 મિલિયન બેરલનો ઓઇલ સ્ટોક રીલીઝ થવાનો અંદાજ છે. વિશ્વના ચોથા સૌથી મોટા ખરીદાર જાપાન પાસે 145 દિવસનો ઓઇલ રીઝર્વ સ્ટોક હોય છે જે લઘુત્તમ 90 દિવસના સ્ટોક જાળવણી મર્યાદા કરતાં ઘણો વધારે છે.