Indian businessman Mukesh Ambani, buy Liverpool club
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી (ફાઇલ ફોટો) REUTERS/Amit Dave/File Photo

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બિલિયોનેર ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારને ધમકી આપવા બદલ મુંબઈ પોલીસે સોમવાર 15 ઓગસ્ટે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આ આરોપીની અફઝલ તરીકે ઓળખ થઈ હતી. તેને મુંબઈમાં રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના લેન્ડલાઇન નંબર પર સોમવારે સવારે ધમકી આપતા ત્રણથી ચાર કોલ કર્યા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસે ફોન નંબરને આધારે શકમંદની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસ મુજબ શકમંદ માનસિક રીતે અસ્થિર છે. અહેવાલો મુજબ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર ધમકીભર્યા ફોન આવ્યા હતા. ફોન કરનારે તેમના સમગ્ર પરીવારને ત્રણ કલાકમાં ખતમ કરવાની ધમકી આપી હતી. આ ઘટના પછી હોસ્પિટલ મેનેજમેન્ટે આ અંગેની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ફરીયાદ પછી અંબાણી પરીવારની સુરક્ષામાં વધારો કરાયો હતો.

મુંબઈ પોલીસ કમિશ્નરને આ અંગે જાણકારી અપાઈ હતી. કેસની તપાસ માટે મુંબઈ પોલીસે ત્રણ ટીમ બનાવી હતી.મુકેશ અંબાણીને વર્ષ 2013માં હિજબુલ મુઝાહિદ્દીનથી ધમકી મળ્યા પછી મુકેશ અંબાણીને Z+ સિક્યુરિટી આપી હતી. તેમની પત્ની નીચા અંબાણીને 2016માં કેન્દ્ર સરકારે Y+ સિક્યુરિટી આપી છે. તેમના બાળકોને પણ મહારાષ્ટ્ર સરકાર તરફથી ગ્રેડેડ સુરક્ષા આપવામાં આવે છે.

ફેબ્રઆરી 2021માં એન્ટીલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી એક એસયુવી મળી હતી. એસયુવીમાં 20 જિલેટિન અને એક પત્ર મળ્યો હતો. પત્રમાં મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીને ધમકી અપાઈ હતી.