પ્રતિક તસવીર (Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

  • શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડળ (SNJPM) દ્વારા તા. 12થી 19મી સપ્ટેમ્બર દરમિયાન પર્યુષણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વિમલભાઈ શાહ દ્વારા પ્રવચન અને અન્ય પ્રવૃત્તિઓનો તેમજ વિકી પારેખ દ્વારા દરરોજ સાંજે ભક્તિ ભાવનાનો લાભ મળશે. રવિવાર 24મી સપ્ટેમ્બરે બહુમાન કાર્યક્રમ યોજાયો છે. પર્વ દરમિયાન દરરોજ સ્નાત્ર પૂજા, પ્રવચન, ભોજન, પ્રતિક્રમણ અને ભક્તિ ભાવનાનો લાભ મળશે. સ્નાત્ર પૂજા, પ્રવચન અને લંચ નવયુગ સેન્ટર 11 શીવશિલ એવન્યુ, લંડન NW9 6SE ખાતે થશે. પ્રતિક્રમણ અને ભક્તિ ભાવના એકતા સેન્ટર 366A સ્ટેગ લેન, કિંગ્સબરી, લંડન NW9 9AA ખાતે થશે. સંપર્ક: પ્રમુખ: ગિરીશ જૈન 07920 115 473 – [email protected] અને navyugjain.org
  • મહાવીર ફાઉન્ડેશન – કેન્ટન દેરાસર, 557 કેન્ટન રોડ, HA3 9RS (Tel: 0208 206 1659) દ્વારા પર્યુષણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનકવાસી પ્રતિક્રમણ 12મી સપ્ટેમ્બરથી 19મી સપ્ટેમ્બર સુધી કરાશે. સવારના તમામ કાર્યક્રમો સમાન છે પરંતુ સ્થાનકવાસી પ્રતિક્રમણ સાંજે 6.30 વાગ્યે કિંગ્સબરી હાઇસ્કૂલ NW9 9AA અને JFS સ્કૂલ – ધ મોલ, હેરો HA3 9TE ખાતે કરવામાં આવશે. સંવત્સરી પ્રતિક્રમણ સાંજે 5.30 કલાકે અને અલોવના 19મી સપ્ટેમ્બરે સાંજે 5 કલાકે સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી પાર્ક, વેમ્બલી HA9 9PE ખાતે શરૂ થશે. 16 સપ્ટેમ્બર મહાવીર જન્મ વંચન દિવસ અને 23 સપ્ટેમ્બર શનિવાર – નવકાર મહામંત્ર પૂજન અને સ્વામી વાત્સલ્ય થશે. પર્યુષણ દરમિયાન દેરાસર સવારે 7થી રાતના 9 વાગ્યા સુધી આખો દિવસ ખુલ્લું રહેશે. તેમજ દેરાસર સંવત્સરી પ્રીતિક્રમણના દિવસે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. તપસ્વી બહુમાન 18મી સપ્ટેમ્બરે કિંગ્સબરી હાઈસ્કૂલ NW9 9AA ખાતે યોજાશે. 20મીએ 555 કેન્ટન રોડ HA3 9RS ખાતે સવારે 9.30 કલાકે તપસ્વી પારણા થશે. નવકાર મહામંત્ર પૂજન JFS સ્કૂલ ખાતે 23 સપ્ટેમ્બર 2023ને શનિવારે થશે. સંપર્ક – રાજેન શાહ 07770 642 786 અને mahavirfoundation.com

LEAVE A REPLY