ઓગસ્ટ 2023માં ડર્બીના અલ્વાસ્ટનમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય કબડ્ડી ટુર્નામેન્ટમાં છરા અને હથિયારો સાથે થયેલી પૂર્વ-આયોજિત હિંસક અથડામણમાં તકરાર બદલ ત્રણ પુરુષોને જેલની સજા ફટકારવામાં આવી છે. બનાવના બીજા દિવસે એક ડીપીડી ડિલિવરી ડ્રાઇવરની હત્યા કરવામાં આવી હતી.

આ કબડ્ડી ઇવેન્ટમાં પરિવારો અને બાળકો સહિત 1,000થી વધુ દર્શકો હાજર હતા. ડર્બી ક્રાઉન કોર્ટમાં જણાવાયું હતુ કે  છરા અને ઓછામાં ઓછી છ બંદૂકોથી સજ્જ હરીફ જૂથોએ ગોળીબાર કર્યા હતા

ડર્બીના 35 વર્ષીય બુટા સિંહને કુલ ચાર વર્ષની જેલ, ટિપ્ટનના 35 વર્ષીય દમનજીત સિંહને કુલ ત્રણ વર્ષ અને ચાર મહિનાની અને હડર્સફિલ્ડના 42 વર્ષીય રાજવિંદર તખ્ર સિંહને કુલ ત્રણ વર્ષ અને 10 મહિનાની સજા ફટકારવામાં આવી હતી. ત્રણેય લોકોએ ખોટું કામ કરવાનો ઇનકાર કર્યો હતો.

જજ જોનાથન બેનેટે કહ્યું હતું કે “આયોજિત હિંસામાં લગભગ 40 પુરુષો સામેલ હતા અને ચાર લોકોને હોસ્પિટલમાં સારવારની જરૂર પડી હતી. સારા નસીબને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી.”

2024માં પૂર્ણ થયેલી અગાઉની સુનાવણીમાં સાત અન્ય પુરુષોને જેલની સજા ફટકારવામાં આવી હતી.

અથડામણના બીજા દિવસે શ્રુસબરીમાં રહેતા 23 વર્ષીય ડીપીડી ડ્રાઇવર ઓરમાન સિંહ પર કુહાડી, છરી અને હોકી સ્ટીક સહિતના હથિયારોથી સજ્જ એક જૂથ દ્વારા હુમલો કરી હત્યા કરાઇ હતી. જે બદલ ઘણા પુરુષોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

LEAVE A REPLY