Senior Gujarat Congress leader Mohan Singh Rathwa joined BJP
(Photo by INDRANIL MUKHERJEE/AFP via Getty Images)

સુરતના ઉદ્યોગપતિ અને કોંગ્રેસ નેતા ધીરુભાઈ ગજેરાએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં શનિવારે યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. વર્ષ 2007માં તેઓ ભાજપથી વિખુટા પડ્યા હતા અને હવે તેઓ ફરીથી ભાજપની સાથે જોડાઈ ગયા છે. સુરત ભાજપ કાર્યાલય ખાતે સી આ પાટીલે ધીરુ ગજેરાને કેસરિયો ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા.

સુરતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પાટીદાર મત મેળવવા માટે મહેશ સવાણી સહિતના મોટા માથાઓને સમાવેશ કર્યો છે. ધીરૂભાઈ ગજેરા ભાજપમાં સામેલ થતા એવું કહેવામાં આવી રહ્યું છે કે, પાટીદાર સમાજની નારાજગી દૂર કરવામાં ભાજપ સફળ થશે. ધીરૂ ગજેરા વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણીમાં વરાછા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા, પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા. ધીરુભાઈ ગજેરા વર્ષ 1995થી વર્ષ 2007 સુધી ભાજપમાં હતા પરંતુ વર્ષ 2007માં ભાજપ છોડી તેઓ કોંગ્રેસમાં ગયા હતા.

ધીરૂભાઈ ગજેરાએ ભાજપમાં જોડાયા બાદ કહ્યું કે 14 વર્ષનો વનવાસ પૂરો થયો અને હું ભાજપમાં પાછો ફર્યો છું. ગમે તેવો અસંતોષ હોય પાર્ટી છોડતા નહીં. મેં સામેથી ભાજપનો સંપર્ક કર્યો છે. હું મારા ઘરે પાછો ફર્યો છું. પાર્ટી માટે કામ કરીશ. અંતિમ શ્વાસ સુધી ભાજપમાં રહીશ. દૂધમાં સાકર ભળે એ રીતે હું ભળી જવા માંગુ છું.