ડિયાજીઓએ વિશ્વભરમાં તેના પ્રીમિયમ સ્કોચ પોર્ટફોલિયોમાંથી 183 મિલિયન કાર્ડબોર્ડ ગિફ્ટ બોક્સના ઉપયોગને તબક્કાવાર રીતે સમાપ્ત કરવા માટે એક કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે. તેની બ્રાન્ડ્સમાં જોની વોકર બ્લેક લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કી, જોની વોકર રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કી, બુકાનન્સ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કી અને બેલ્સ ઓરિજિનલ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કીનો સમાવેશ થાય છે.

કાર્ડબોર્ડ ગિફ્ટ બોક્સને તબક્કાવાર દૂર કરવાથી ગ્રાહકોના પ્રતિભાવની ચકાસણી થશે, કચરો ઘટશે અને ડિયાજિયોના 10-વર્ષના એકશન પ્લાનમાં યોગદાન મળશે. દર વર્ષે, લગભગ 5 મિલિયન ટન કાર્ડબોર્ડ અને કાગળનો ઉપયોગ એકલા યુકેમાં પેકેજિંગ કરવા થાય છે. તેને રિસાયકલ કરવાની ક્ષમતા હોવા છતાં, માંગમાં વધારો થવાને કારણે કાર્ડબોર્ડની અછત ઊભી થઈ છે.

ડિયાજિયોએ 2030 સુધીમાં પોતાની કામગીરી અને ઓફિસોમાંથી લેન્ડફિલ કરવા માટે ઝીરો-વેસ્ટ બનવાની મહત્વાકાંક્ષા નક્કી કરી છે. જોની વોકરની પેપર બેઝ્ડ બોટલ 2023માં છૂટક વેચાણ માટે આવશે.

ડિયાજીઓના ચીફ સસ્ટેનેબિલિટી ઓફિસર ઇવાન એન્ડ્રુએ જણાવ્યું હતું કે “સરપ્લસ પેકેજિંગને કારણે થતો કચરો પૃથ્વી પર બિનજરૂરી બોજ લાવી રહ્યો છે. પેપર અને કાર્ડબોર્ડ એ પેકેજિંગના અત્યંત ટકાઉ સ્વરૂપો છે પરંતુ ઐતિહાસિક કારણોસર તેની સમીક્ષા કરવાનો સમય છે.”