Dispatches from the Diaspora: From Nelson Mandela to Black Lives Matter: Gary Young

રાષ્ટ્રના અગ્રણી રાજકીય અવાજોમાંના એક એવા રેસ, રેસીઝમ, બ્લેક લાઇવ મેટર અને મૃત્યુ પર પત્રકારત્વના શક્તિશાળી સંગ્રહ એવા આ પુસ્તક ‘ડીસ્પેચીસ ફ્રોમ ધ ડાયસ્પોરા: ફ્રોમ નેલ્સન મંડેલા ટૂ બ્લેક લાઇવ્સ મેટર’માં રજૂ કરાયું છે.

છેલ્લા ત્રણ દાયકાઓથી ગેરી યંગે સૌથી મોટી ઘટનાઓ દરમિયાન અને અશ્વેત ડાયસ્પોરાને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિત્વો સાથે રિંગસાઇડ બેઠક મેળવી છે. નેલ્સન મંડેલાનો પ્રથમ ચૂંટણી પ્રચાર હોય કે ઓબામાની જીત, ન્યુ ઓર્લિયન્સમાં હરિકેન કેટરિનાની ખાનાખરાબી હોય કે આર્ચબિશપ ડેસમન્ડ ટુટુ, માયા એન્જેલો અને સ્ટોર્મઝીની મુલાકાત. આ બધા બનાવો રેસ અને રેસીઝમ ક્ષેત્રે કેટલું પરિવર્તન શક્ય છે અને તે આપણી આકાંક્ષાઓને નિષ્ફળ બનાવવા કેટલી શક્તિ ધરાવે છે તે આ પુસ્તક ‘ડીસ્પેચીસ ફ્રોમ ધ ડાયસ્પોરા: ફ્રોમ નેલ્સન મંડેલા ટૂ બ્લેક લાઇવ્સ મેટર’માં રજૂ કરાયું છે.

આજના વિશ્વમાં બ્લેક ડાયસ્પોરાના અનુભવો વિશે લેખક ગેરી યંગે મહત્વપૂર્ણ ઇતિહાસ રજૂ કર્યો છે. પુસ્તક ‘ડિસ્પેચીસ ફ્રોમ ડાયસ્પોરા’ એક અનોખા પરિપ્રેક્ષ્યમાં કામ કરનાર એક અજોડ પુસ્તક છે જે તમને આગળની હરોળમાં લઈ જાય છે અને તમને સંલગ્ન કરવા અને ‘એવી દુનિયાની કલ્પના કરવા માટે દબાણ કરે છે જેમાં તમે વિકાસ પામી શકો.

પુસ્તક સમીક્ષા

  • યંગનું કાર્ય તીક્ષ્ણ અને ગ્રાઉન્ડેડ દૃષ્ટિકોણ જાળવી રાખે છે, વ્યક્તિઓના વચનોને બદલે પરિવર્તન લાવવાની સમુદાયની શક્તિનો આનંદ આપે છે. – સમીર જેરાજ – ન્યૂ સ્ટેટ્સમેન
  • ગેરીનું આ પુસ્તક પ્રભાવશાળી લેખન ધરાવે છે એવા ઘણા લોકોના અવાજોને સમાવે છે જેને અન્યથા સંપૂર્ણપણે સાંભળવામાં આવતા નથી. – જેરેમી કોર્બીન, પૂર્વ લેબર લીડર.
  • કોઈપણ વિષય પર હું ગેરી યંગના લખાણોનો સંદર્ભ લઉં છું. તેઓ એવા ઉત્કટ અને જ્ઞાન સાથે લખે છે કે તમે ગમે તે વિષય હોય તમે પ્રબુદ્ધ થઈ જાવ છો. – ડોન બટલર, એમપી.
  • ‘એક ઉત્કૃષ્ટ પત્રકાર અને ઇતિહાસકાર.’ બર્નાર્ડિન એવરિસ્ટો
  • ‘સત્ય, શક્તિ અને રોશની સાથે જોડાયેલું પુસ્તક’ ડેવિડ લેમી
  • ‘ટૂંકમાં, આ જાહેર સેવા છે.’ નસરીન મલિક

લેખક પરિચય

ગેરી યંગ એક પુરસ્કાર વિજેતા લેખક, બ્રોડકાસ્ટર અને યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરમાં સોસ્યોલોજીના પ્રોફેસર છે. અગાઉ કટારલેખક અને ગાર્ડિયનમાં એડિટર-એટ-લાર્જ તરીકે સેવા આપનાર ગેરી ધ નેશન મેગેઝિનના સંપાદકીય બોર્ડના સભ્ય છે. તેઓ પાંચ પુસ્તકોના લેખક છે, જેમાં ઓરવેલ પ્રાઈઝ અને ઝલક પ્રાઈઝ માટે શોર્ટલિસ્ટેડ પુસ્તક ‘અનધર ડે ઈન ધ ડેથ ઓફ અમેરિકા’નો સમાવેશ થાય છે. તેમનું લેખન ગ્રાન્ટા, ન્યૂ યોર્ક ટાઇમ્સ, ફાઇનાન્સિયલ ટાઇમ્સ, GQ, ન્યૂ સ્ટેટ્સમેનમાં પણ પ્રકાશિત થયું છે. તેમણે ગે લગ્નથી લઈને બ્રેક્ઝિટ સુધીના વિષયો પર ઘણી રેડિયો અને ટેલિવિઝન ડોક્યુમેન્ટ્રી બનાવી છે. તેઓ લંડનમાં રહે છે.

Book: Dispatches from Diaspora

Author: Gary Younge

Publisher: Faber & Faber, Limited

Price: £14.99

LEAVE A REPLY

fourteen − seven =