પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

1 ઓક્ટોબરના રોજ વેમ્બલી પાર્કમાં યોજાનારી દિવાળીની ઉજવણીમાં હજારો લોકો ભાગ લે તેવી અપેક્ષા છે. ફ્રી ટુ એટેન્ડ ફેમિલી ઈવેન્ટમાં બ્રેન્ટના સમુદાયના ડાન્સ અને મ્યુઝિકલ પરફોર્મન્સની વિશાળ શ્રેણી, અવનવી વાનગીઓ અને સ્થાનિક શાળાના બાળકો દ્વારા ડિઝાઈન કરાયેલ અને બનાવેલા ફાનસની પરેડનો સમાવેશ થશે.

આ કાર્યક્રમ બપોરે 1 વાગ્યે ક્લાસિકલ ઈન્ડિયન ઓડિસી ડાન્સ, બોલિવૂડ ડાન્સિંગ અને BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના વિવિધ પરફોર્મન્સ અને ઢોલ ફાઉન્ડેશનના ભારતીય ડ્રમિંગ અને ભાંગડા ડાન્સર્સ સહિતના કાર્યક્રમો સાથે શરૂ થશે. તે પછી વેમ્બલી પાર્ક પડોશમાં ડ્રમર્સ અને ડાન્સર્સ સાથે સંપૂર્ણ ફાનસ પરેડ કરવામાં આવશે. BOXPARK અંધારા પછી ઉજવણી કરવા માંગતા લોકો માટે એક પાર્ટીનું પણ આયોજન કરશે.

આ વર્ષે 23 થી 27 ઓક્ટોબર દરમિયાન પાંચ દિવસ સુધી આ ફેસ્ટિવલ ચાલશે. વધુ વિગતો માટે જુઓ: https://wembleypark.com/diwali/

LEAVE A REPLY

three × 3 =