ભવનના એક સમયના વિદ્યાર્થી અને સંસ્કૃત તથા વેદના શિક્ષક સુભાનુ સક્સેનાની વરણી ભવન લંડનના નવા અધ્યક્ષ તરીકે કરવામાં આવી છે. તેમણે વર્ષોથી ભવનનું સફળતાપૂર્વક નેતૃત્વ કરનાર જાણીતા હોટેલીયર જોગીન્દર સેંગરનું સ્થાન લીધું છે.

આ પ્રતિષ્ઠિત પદ માટે સક્સેનાના નામની દરખાસ્ત શ્રી શાંતૂભાઇ રૂપારેલે ક રી હતી અને 21 સપ્ટેમ્બરના રોજ એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકમાં સર્વાનુમતે તેમની પસંદગી કરાઇ હતી. સક્સેના ચાર દાયકાથી ધ ભવન સાથે જોડાયેલા છે અને તેઓ કારોબારી સમિતિના સભ્ય હતા.

તેમણે અને તેમના સમગ્ર પરિવારે ધ ભવનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. વેદ અને ઉપનિષદના નિષ્ણાંત સક્સેના તેમની બિઝનેસ કુશળતા માટે જાણીતા છે અને તેમના બહોળા અનુભવનો લાભ ધ ભવનને આપશે તેવી અપોક્ષા છે.

સક્સેના ન્યૂ રાઈન હેલ્થકેર એલએલસી પ્રાઈવેટ ઈક્વિટીના મેનેજિંગ પાર્ટનર અને ન્યૂ રેઈન ફાઉન્ડેશનના પ્રમુખ છે. તેઓ ઈમ્પીરીયલ કોલેજની ગવર્નીંગ કાઉન્સિલના સભ્ય છે અને બોર્ડના વિવિધ હોદ્દા ધરાવે છે. તેઓ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનમાં ડિરેક્ટર રહી ચૂક્યા છે; બેઇન કેપિટલના વરિષ્ઠ સલાહકાર; અને ગિલિયડ માટે આરોગ્ય નીતિ સલાહકાર બોર્ડના સભ્ય છે. સક્સેનાનો અનુભવ ફાર્માસ્યુટિકલ્સ, ફાસ્ટ-મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, કન્સલ્ટિંગ અને બેન્કિંગ સહિતના ઉદ્યોગો માટે યુરોપ, નોર્થ અમેરિકા, આફ્રિકા અને એશિયાના બજારોમાં ફેલાયેલો છે. તેઓ 170 થી વધુ દેશોમાં હાજરી ધરાવતી ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ કંપની સિપ્લાના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્લોબલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે સેવા આપી ચૂક્યા છે.

સક્સેનાએ INSEAD ફ્રાન્સ, ફોન્ટેનબ્લ્યુમાંથી MBA સાથે સ્નાતક થયા છે અને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તેઓ ક્લાસિકલ ગિટાર વગાડે છે અને સંસ્કૃત અને પ્રાચીન ભારતીય સાહિત્ય શીખવે છે. તેઓ ઇંગ્લિશ અને હિન્દી ઉપરાંત રશિયન, ફ્રેન્ચ, જર્મન અને સંસ્કૃત સહિત છ ભાષાઓ બોલી શકે છે.

ભવને શ્રી સેંગરનો તેમના અગ્રણી યોગદાન માટે આભાર માન્યો હતો. પોતાના અનુગામી માટે માર્ગ બનાવવા માટે પદ પરથી રાજીનામુ આપનાર સેંગર 1970ના દાયકાના અંતમાં ધ ભવન લંડનમાં જોડાયા હતા અને એક દાયકા પછી તેની એક્ઝીક્યુટીવ કમીટીનો ભાગ બન્યા હતા.

તેમણે સતત સમર્થન માટે કારોબારી સમિતિનો પણ આભાર માન્યો હતો.

LEAVE A REPLY

9 − three =