(istockphoto.com)

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મંગળવારે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને કમલમ્ રાખવાનો નિર્ણય કર્યો છે.

વિજય રૂપાણીએ કહ્યું કે ડ્રેગન ફ્રૂટનો દેખાવ કમળ જેવો છે, એટલા માટે અમે તેને સંસ્કૃત નામ કમલમ્ આપીએ છીએ. ગુજરાત સરકારે આ નામને પેટન્ટ કરાવવા માટેની કાર્યવાહી પણ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ભાજપના કાર્યાલયને પણ કમલમ્ નામથી ઓળખવામાં આવે છે.

ગુજરાતમાં કચ્છ, નવસારી સહિત ઘણા જિલ્લામાં ડ્રેગન ફ્રૂટની ખેતી થઈ રહી છે અને ખેડૂતો સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. કમળ જેવું દેખાતું હોવાથી ડ્રેગન ફ્રૂટ તરીકે જાણીતા આ ફળનું નામ કચ્છના ખેડૂતોએ કમલમ્ આપ્યું છે. પણ હવે સરકારે પણ આ ફળને કમલમ્ નામ આપી દીધું છે અને તેને સ્વીકૃતિ અપાવવા માટે દરખાસ્ત પણ કરી છે. આ ફળની ખેતી કચ્છ સહિત ગુજરાતમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થઇ રહી છે. પરંતુ તેનું ડ્રેગન ફ્રૂટ નામ શોભતું નહીં હોવાનું સરકાર માને છે. તેથી હવેથી આ ફ્રુટને કમલમ અથવા કમલમ્ ફ્રુટનું નામ આપવાની જાહેરાત કરી છે.