999 candidates in fray for 89 seats in first phase elections

ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે તેવામાં વધુ એક ચૂંટણીની શુક્રવારે જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી પંચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો, જે મુજબ ગાંધીનગર મનપા માટે 18 એપ્રિલે મતદાન યોજાશે. જ્યારે 20 એપ્રિલે મતગણતરી કરવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે.

આ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવા માટે છેલ્લી તારીખ 1 એપ્રિલ રહેશે અને 3 એપ્રિલે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદાવારી પાછી ખેંચી લેવા માટેની અંતિમ તારીખ 5 એપ્રિલ રહેશે. ગાંધીનગરમાં નવા સીમાંકન બાદ પ્રથમ વખત મનપાની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં કુલ 284 મતદાન મથકો પર મતદાન યોજાશે.