એમેઝોનના સીઈઓ અને સ્થાપક જેફ બેઝોસ અને તેમની ગર્લફ્રેન્ડ લોરેન સાંચેઝ (ANI Photo)

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ અને તેમની ગર્લફ્રેન્ડ લોરેન સાંચેઝની હવે સગાઈ થઈ ગઈ છે.આ કપલ હાલમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે ફ્રાન્સમાં છે જ્યાં તેઓ સ્ટાર્ટથી ઘેરાયેલી પાર્ટીઓમાં હાજરી આપી રહ્યાં છે. સાંચેઝે પહેરેલી હૃદયના આકારની વિશાળ વીંટીને પગલે તાજેતરના મહિનામાં આ અંગેની અટકળો ચાલતી હતી. બેઝોસ અને ભૂતપૂર્વ બ્રોડકાસ્ટ પત્રકાર સાંચેઝે 2018માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.  

2019માં બેઝોસે 25 વર્ષના લગ્નજીવન પછી મેકેન્ઝી સ્કોટને છૂટાછેડા આપ્યા હતા. બેઝોસ અને મેકેન્ઝી ચાર બાળકોના માતાપિતા છે. મેકેન્ઝીને છૂટાછેડાના સમાધાનમાં $38 બિલિયન મળ્યા હતાતેનાથી વિશ્વની ત્રીજા ક્રમની સૌથી ધનિક મહિલા બની હતી. સાંચેઝે અગાઉ પેટ્રિક વ્હાઇટસેલ સાથે લગ્ન કર્યા હતા જેની સાથે તેને બે બાળકોએલા અને ઇવાન છે. 

LEAVE A REPLY