કોરોના વાઇરસ યૂરોપ માટે ભયાનક દુર્ઘટનાની જેમ આવ્યો છે. કોરોનાવાઇરસના સંક્રમણથી માત્ર યૂરોપમાં ૩૦ હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે. આમાથી ૨૦ હજારથી વધુ મોત માત્ર ઈટાલી અને સ્પેનમાં થઈ છે. યૂરોપ પહેલેથી જ અનેક સંકટ સામે લડી રહ્યો છે. આ સંકટ છે યૂરોઝોન બેલઆઉટ્સ, અવૈધ પ્રવાસી અને બ્રેગ્ઝિટ. પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ બધા સંકટો ઉપર કોરોના વાઇરસની દુર્ઘટના સૌથી વધારે છે. અહીં સુધી કે યુરોપીય યુનિયન પણ તુટવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
યુરોપીય યુનિયન કમિશનના પૂર્વ પ્રમુખ જૈક્સ ડીલોર્સએ જણાવ્યું કે, સંકટની આ સ્થિતિમાં એક્તાના અભાવમાં યુરોપીય યુનિયનની મોત થઈ શકે છે.
ઈટાલીના પૂર્વ પ્રધાનમંત્રી એનરિકો ભેટ્ટાએ કહ્યું કે, કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીથી યુરોપીય યુનિયન પૂરું થવાની તરફ આગળ વધી રહ્યું છે. આપણે બધા એક એવા સંકટમાં વ્યસ્ત થઈ ગયા છીએ કે, જે પહેલાના સંકટોથી બિલકુલ અલગ છે. કોરોના વાઇરસની મહામારીથી યૂરોપવાદની અવધારણાને ધક્કો લાગ્યો છે અને તે કમજોર બની છે. કોરોના વાઇરસની દુર્ઘટનાથી યુરોપીય યુનિયનના અનેક અને જૂના ઘા તાજા થઈ રહ્યા છે.
ડચ નાંણામંત્રી વોપકે હોઈકેસ્ત્રાએ કહ્યું કે, ઈકોરોના વાઇરસના લીધે આવેલી આર્થિક મંદીને લઈને યૂરોપ બે ભાગોમાં વેચાયેલો છે.
ફ્રાન્સ, ઈટાલી અને સ્પેનની સાથે ઓછામાં ઓછા અડધા ડઝન દેશ યૂરોઝોનની આર્થિક મદદ લઈને કોરોનાથી લડવા અંગે સહમત નથી. ત્યારે જર્મની, ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ આનાથી વિપરિત છે. હંગરીમાં લોકતંત્રની સામે ઉઠાવેલા પગલાને લઈને પણ ઈયુ ચુપ રહ્યો.
ઈટાલીના નાગરિકોમાં ઈયુની સામે નારાજગી છે. આ મુશ્કેલીના સમયમાં જ્યારે ઈટાલીના નાગરિકોને ઈયુની મદદની જરૂરત હતી ત્યારે તેઓને એકલા મુકી દેવામાં આવ્યા છે. ૨૦૧૧માં ગ્લોબલ ક્રેડિટ સંકટથી ઈટાલી ત્રસ્ત રહ્યું. પછી ગેરકાયદેસર પ્રવાસીઓથી પરેશાન રહ્યું અને અત્યારે કોરોના વાઇરસ.
ઈટાલી સરકારની યોજના એ છે કે, તે સંકટથી બહાર આવવા માટે ૫૫ અરબ ડોલર માર્કેટમાં લગાવશે. જર્મનીની અર્થવ્યવસ્થા ઈટાલીથી બે ગણી મોટી છે અને તે ઈટાલીની તુલનામાં માર્કેટમાં ૧૫ ગણી મોટી રકમ ૮૨૫ અરબ ડોલર લગાવશે.યૂરોપ ઈટાલીની મદદ કરવા માટે નિષ્ફળ રહ્યો.