યુરોપીયન યુનિયને બ્લોકના 27 દેશોને ચેતવણી આપતાં આગ્રહ રાખ્યો હતો કે રશિયન આયાતની ચુકવણી રૂબલમાં કરવાની મોસ્કોની માંગણી સ્વીકારશે નહીં. બ્રસેલ્સમાં મળેલી ઉર્જા અને પર્યાવરણ પ્રધાનોની બેઠકે રશિયન ગેસના પેચીદા મુદ્દે ચર્ચા કરી હતી કારણે ઇયુનું ટેોચનું અર્થતંત્ર જર્મની તેની બહુધા વીજઉત્પાદન માટે રશિયન ગેસ ઉપર નિર્ભર છે.
મોસ્કોએ તેની સેન્ટ્રલ બેંક સામે પશ્ચિમી જગતે લાદેલી નાકાબંધીની અસરોને ટાળવા યુરોપીયન યુનિયન સહિતના બિનમૈત્રીપૂર્ણ દેશોને ગેસ આયાતની ચુકવણી રૂબલમાં કરવા જણાવ્યું હતું. રૂબલમાં ચુકવણી નહીં કરવાના નિર્ણય સંબંધિત બેઠક બાદ ફ્રાંસના પર્યાવરણ પ્રધાન બાર્બરા પોમ્પીલી અને યુરોપીયન ઉર્જા કમિશનર કાદરી સિમ્સને જણાવ્યું હતું કે તમામ 27 દેશો ગેસનો સ્ટોક કરશે. ડેન્માર્ક નેધરલેન્ડ ફીન્લેન્ડે રૂબલમાં ચુકવણીની ના પાડી હતી. સ્વીડનના ખાશ્યાર ફાર્મમ્બારે જોકે આવી સ્થિતિને પેચીદી ગણાવી હતી.
ન્યૂઝીલેન્ડે 60થી વધુ દેશો માટે બે વર્ષ પછી સરહદો ખુલ્લી મુકી
ન્યૂઝીલેન્ડે કોરોના કારણે 2020 પછી બંધ કરેલી સરહદો બે વર્ષ પછી 60થી વધારે દેશો માટે ખુલ્લી મૂકતાં અશ્રુભીના પુનઃ મિલનની પળો સર્જાવાની સાથે અમેરિકા, બ્રિટન, સિંગાપુર સહિતના દેશોના હજારો પ્રવાસીઓને આવકાર આપ્યો હતો. લોસ એન્જેલસ અને સાન ફ્રાન્સિસ્કોથી ઓકલેન્ડ આવેલી પ્રથમ ફ્લાઇટોના પ્રવાસીઓને વિમાનીમથકે માઓરી સાંસ્કૃતિક કલાકારોના પારંપરિક ગીત તથા ચોકલેટ બારથી આવકારવામાં આવ્યા હતા. વિમાનીમથકે મિત્રો અને પરિવારો તથા નિકટતમ મુલાકાતી સ્વેહીજનોના પુનઃ મિલન વખતે ઘણાની આંખોમાં હર્ષાશ્રુ હતા.
ન્યૂઝીલેન્ડવાસીઓ અને ઓસ્ટ્રેલિયનો માટે ફેબ્રુઆરી, માાર્ચથી સરહદો ખુલ્લી મૂકાયા બાદ હવે 60 જેટલા દેશો વીઝા મુક્ત અને રસી લીધેલા પ્રવાસીઓ નેગેટીવ ટેસ્ટ સાથે આઇસોલેશનની શરત વિના ન્યૂઝીલેન્ડમાં આવકારપાત્ર હોવાનું જણાવાયું હતું. 9000થી વધારે પ્રવાસીઓ સાથે 43 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટોના પ્રવાસીઓ સાથે એરપોર્ટ ઉપર ધમધમાટ વધ્યો હતો.