નેટફ્લિક્સે મેઘન મર્કલ દ્વારા સર્જિત એનીમેટેડ સીરિઝ ‘પર્લ’ને રદ કરતાં ખર્ચકાપનું કારણ આગળ ધર્યું હતું. પ્રથમ ક્વાર્ટરના નિરાશાજનક પરિણામના પગલે લેવાયેલા નિર્ણયને ટીવી સ્ટ્રીમીંગ જાયન્ટે કમનસીબ દણાવ્યો હતો.
ડચેસ ઓફ સસેક્સ મેઘન મર્કલ અને તેણીના પતિ પ્રિન્સ હેરીએ બ્રિટનમાં શાહી ફરજોને છોડ્યા બાદ ગત જુલાઇમાં ‘પર્લ’ સીરિજ માટે કોન્ટ્રાક્ટ કર્યો હતો. કેલિફોર્નિયા સ્થિત શાહી દંપતિએ તેમના પુત્ર આર્ચીના નામથી અર્ચવેલ પ્રોડકશન્સ નામની કંપની બનાવી હતી જેના નેજા તળે ઐતિહાસિક મહિલા પાત્રોથી પ્રેરિત 12 વર્ષની બાળા વિષે ‘પર્લ’ સીરિઝ બનાવનાર હતી.
સિલિકોન વેલીની ટેક ફર્મ નેટફ્લિક્સે એક દાયકામાં પહેલી વખત બે લાખ સબસ્ક્રાઇબર્સ ઘટાડો અનુભવ્યો હતો. પ્રથમ ક્વાર્ટરમાં તેના સબસ્ક્રાઇબરો 221.6 મિલિયન રહ્યા હતા. નેટફ્લિક્સે તેના નિરાશાજનક દેખાવ માટે મોસ્કોમાંની સેવા સસ્પેન્શનનું કારણ આપ્યું હતું.