પ્રતીકાત્મક તસવીર

યુરોપિયન યુનિયને 1 જાન્યુઆરીથી ભારત અને અન્ય બે દેશો માટે પ્રેફરન્શિયલ સ્કીમ અંતર્ગત કાપડ અને પ્લાસ્ટિક જેવા ક્ષેત્રોને નિકાસના લાભ આપવાનું સ્થગિત કર્યું છે. આ પગલાંને કારણે 27 રાષ્ટ્રોના યુનિયનને ભારતના શિપમેન્ટ પર અસર થશે. આ કાર્યવાહીને મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે, બંને પક્ષ 27 જાન્યુઆરીએ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) માટે ચર્ચા બંધ કરવાની જાહેરાત કરે તેવી સંભાવના છે. યુનિયનની અધિકૃત જર્નલના જણાવ્યા મુજબ, યુરોપિયન કમિશને 25 સપ્ટેમ્બર, 2025ના રોજ, કેટલાક GSP લાભાર્થી દેશો- ભારત, ઇન્ડોનેશિયા અને કેન્યાને આપવામાં આવેલી કેટલીક ટેરિફ પ્રાથમિકતાઓને વર્ષ 2026-2028 દરમિયાન સ્થગિત કરવા સંબંધિત નિયમોને લાગુ કર્યા છે.
જર્નલમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘તે 1 જાન્યુઆરી 2026થી 31 ડિસેમ્બર 2028 સુધી અમલમાં રહેશે.’
આ કાર્યવાહી અંગે ટિપ્પણી કરતા, બુદ્ધિજીવી સંસ્થા-ગ્લોબલ ટ્રેડ રીસર્ચ ઇનિશિયેટિવ (GTRI) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 1 જાન્યુઆરી, 2026થી, ભારતને યુનિયના બજાર તરફથી ‘મોટા ઝટકા’નો અનુભવ થઇ રહ્યો છે, કારણ કે યુનિયન દ્વારા GSP (જનરલાઇઝ્ડ સ્કીમ ઓફ પ્રેફરન્સિસ) લાભોને સ્થગિત કર્યા પછી તેની 87 ટકા નિકાસ પર વધુ આયાત ટેરિફ લાગુ થશે.

LEAVE A REPLY