હિન્દુઓ
file photo

લંડનમાં તીવ્ર ઠંડી હોવા છતાં બાંગ્લાદેશમાં હિન્દુઓને ન્યાય અપાવવાની માગણી કરીને મોટી સંખ્યામાં લોકોએ પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે દેખાવો કર્યા હતા. આ અંગે બાંગ્લાદેશ હિન્દુ એસોસિએશન અને બંગાળી હિન્દુ આદર્શ સંઘ દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, બાંગ્લાદેશમાં લઘુમતી સમાજ પર થઇ રહેલા સતત અત્યાચાર અને હત્યાની ઘટનાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન પર લાવવા માટે ગત બુધવારે દેખાવો યોજવામાં આવ્યા હતા.
બાંગ્લાદેશ હિન્દુ એસોસિએશન (BHA) દ્વારા આયોજિત અને INSIGHT UK તેમ જ બંગાળી હિન્દુ આદર્શ સંઘ (BHAS) દ્વારા સમર્થિત આ બ્રિટિશ હિન્દુ ડાયસ્પોરા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ, બાળકો સાથે માતા-પિતા, વૃદ્ધ કાર્યકરો અને વિવિધ ધર્મના અગ્રણીઓ સહિત 500થી વધુ લોકો જોડાયા હતા.
આ ઉપરાંત બેરોનેસ સંદીપ વર્મા, લોર્ડ ડોલર પોપટ, ભૂતપૂર્વ એમપી વીરેન્દ્ર શર્મા, એમપી નવેન્દુ મિશ્રા, એમપી લ્યુક મર્ફી, એમપી જીમ ડિકસન, બર્મિંગહામના કાઉન્સિલર એન્ડ્રુ હાર્ડી અને એમપી એન્ડ્રુ મિશેલ પણ તેમાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY