ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ માર્ચ મહિનામાં કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો

ગુજરાતના શિક્ષણ પ્રધાન પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો કોરોના રિપોર્ટ ગુરુવારે પોઝિટિવ આવ્યો હતા. આજે વડોદરાના મહિલા ધારાસભ્ય મનિષા વકીલનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી તેમણે ટ્વીટ કરીને આપી હતી. આ ઉપરાંત ભાજપના નેતા આઈ.કે. જાડેજા પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.

70 વર્ષના ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ માર્ચ મહિનામાં જ કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. અગાઉ વિધાનસભાના બજેટ સત્રમાં આઠથી વધુ ધારાસભ્યો તથા ઘણા અધિકારીઓ કોરોના પોઝિટિવ થયા હતા.