ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવાર, 8 એપ્રિલ 2021ના રોજ નવી દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો હતો. HANDOUT PHOTO MADE AVAILABLE FROM PIB ON (PTI Photo)

ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો હતો. તેઓ સવારે રસી લેવા માટે દિલ્હીની એમ્સ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. મોદી ભારત બાયોટેક દ્વારા વિકસિત સ્વદેશી કોવેક્સીનનો ડોઝ લીધો હતો. પહેલી વખત તેમને પુડિચેરીની નર્સ પી નિવેદાએ વેક્સીન મુકી હતી અને ગુરુવારે પંજાબની નર્સ નિશા શર્માએ તેમને વેક્સીનનો બીજો ડોઝ આપ્યો હતો. અગાઉ વડાપ્રધાન મોદીને રસી આપનાર સિસ્ટર નિવેદા આજે પણ હાજર રહ્યા હતા.વડાપ્રધાન મોદીએ અગાઉ પહેલી માર્ચે વેક્સીનનો પ્રથમ ડોઝ લીધી હતી.

વેક્સીન લીધા બાદ મોદીએ પાત્રતા ધરાવતા તમામ લોકોનોને વેક્સીન લેવાનો અનુરોધ કર્યો હતો. વડાપ્રધાન મોદીને વેક્સીન મુકનાર નર્સ નિશા શર્માએ કહ્યું હતું કે, આજે સવારે ખબર પડી હતી કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાની રસીનો બીજો ડોઝ લેવા માટે આવી રહ્યા છે.તેમને મળીને બહુ સારુ લાગ્યુ હતુ.તેમણે થોડી વાતચીત પણ કરી હતી અને મને પૂંછ્યુ હતું કે, હું ક્યાંની રહેવાસી છું. તે પછી તેમની સાથે એક ફોટો પણ પડાવ્યો હતો.

નવી દિલ્હીમાં એઇમ્સ ખાતે કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધા બાદ તેમણે સિસ્ટર નિશા શર્મા (જમણી બાજુ) અને સિસ્ટમ પી નિવેદા સાથે આ ફોટોગ્રાફ આપ્યો હતો. (PTI Photo)