પ્રતિકાત્મક તસવીર (istockphoto)

કાર પાર્કમાં રખાયેલા પેમેન્ટ મીટર મશીનો પરના બોગસ QR કોડ અને વેબસાઈટ એડ્રેસના સ્ટીકરો દ્વારા કાર પાર્ક કરી રહેલા ગ્રાહકો સાથે છેતરપીંડી કરીને તેમના નાણાં પડાવવામાં આવતા હોવાની અને લોકોના બેંક એકાઉન્ટ્સની વિગતો મેળવી ઠગાઇ કરવામાં આવતી હોવાની ફરિયાદો મળી રહી છે.

કાર પાર્ક કરતા ડ્રાઈવરો જેવો QR કોડ સ્કેન કરે કે લખેલી વેબસાઈટ ટાઇપ કરે કે તુરંત જ તેમને સ્કેમર્સ દ્વારા ચલાવવામાં આવતી ઈન્ટરનેટ સાઈટ અથવા એપ પર રીડાયરેક્ટ કરવામાં આવે છે. લોકો માને કે તેઓ જે તે કાર પાર્કનું સંચાલન કરતી કંપનીને નાણાં ચૂકવી રહ્યા છે. પરંતુ કૌભાંડ કરતા ચોરો થોડાક જ  દિવસમાં મેળવેલા બેન્ક ખાતામાંથી £50ની નીચેની નાની રકમની ચોરી કરે છે. જેથી જે તે વ્યક્તિના ધ્યાનમાં તે આવતી નથી. જો ગ્રાહકના ધ્યાનમા ચોરી ન આવે ત્યાં સુધી ગઠીયાઓ ચોરી કરતા રહે છે.

કાઉન્સિલ અને ખાનગી કંપનીઓ કાર પાર્કમાંથી પેમેન્ટ મીટર દૂર કરી ફોન કે એપ દ્વારા પેમેન્ટ લે છે. બ્રાઇટન એન્ડ હોવ સિટી કાઉન્સિલની જેમ આ વર્ષે બ્રોમલી અને એનફિલ્ડ બરો તમામ મશીનો દૂર કરનાર છે. હેરોએ જાન્યુઆરીમાં પ્રક્રિયા પૂર્ણ કરાઇ હતી.

LEAVE A REPLY

four × 2 =