God or Karma? In whom to believe

આ જગતમાં માનવ અસ્તિત્વના હજારો વર્ષોમાં આપણું મુખ્ય ધ્યાન જીવતા રહેવા ઉપર કેન્દ્રિત રહેવાના કારણે જ પુરુષ કે પુરુષ શક્તિને નારી કે નારીશક્તિ કરતાં વધારે મહત્વ મળતું આવ્યું છે. છેલ્લા 50થી 100 વર્ષોમાં આપણું જીવન વધુ આયોજનબદ્ધ થયું છે. આપણા જીવન જીવવાના અભિગમ અંગે આપણે પહેલી વખત હળવા થઇ શક્યા છીએ. ‘જો તમે તમારા જીવન ટકાવી રાખવાની ભાવનાના મુદ્દે હળવા થશો તો તમે જોઇ શકશો કે નારીશક્તિ સ્વાભાવિકપણે મહત્વની, નોંધપાત્ર બની રહેશે. જીવન જીવવાની ભાવના અત્યંત પ્રબળ – મજબૂત હશે તો પુરુષશક્તિ મહત્વની થઇ પડે છે. જીવવા – જીજીવિષાની ભાવના હળવી કરાતી નહીં હોવાથી જીવન જીવવાનું વધુ ને વધુ કપરૂં – સંઘર્ષમય બનતું જાય છે.’

એક સમયે દરરોજ બે ટંક ભોજન કે તેની વ્યવસ્થા જીવન જીવ્યાનું ગણાતું. તમારા માથે છત હોય તો વધારે સારું કહેવાતું પરંતુ આધુનિક સમાજ ઘણો આગળ વધીને મોટાં મોટાં લક્ષ્યાંકો ધરાવતો થઇ ગયો છે. તમારે ટકી રહેવું હોય તો તમારી પાસે મર્સીડીઝ હોવી જોઇએ અને તે પણ ત્યાં અટકવાનું નથી, આ ગતિવિધિ ચાલતી જ રહેવાની. આપણી જીજીવિષા જીવન જીવવાની ભાવના જેટલી પ્રબળ બનશે એટલે મર્સીડીઝ પણ વૈભવી નથી રહેવાની. ઘણા લોકો મર્સીડીઝને પણ વૈભવ ગણતા નથી. જ્યારે ઘણા લોકો કહેતા રહે છે કે મર્સીડીઝ વિના તમે ખોવાઇ ગયેલા કે કશું જ નથી. મોંઘીદાટ કાર હોય કે, ઘર આપણે આપણા જીવન જીવવાના માપદંડોને ઉંચા ને ઉંચા લઇ જતા હોઇએ છીએ અને એક વખત આમ થાય તે સાથે જ આપણે પુરુષ – પુરુષશક્તિ ઉપરની નિર્ભરતા વધારીએ છીએ અને પૌરુષત્વસભર મૂલ્યો અને વર્તણૂંક જગત ઉપર રાજ કરવાનું ચાલુ રહેશે.

વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં મુખ્ય બાબત એ ધબકતા અર્થતંત્રનું એન્જિન છે. અર્થતંત્ર – અર્થકારણ આપણા જીવનમાં મહત્વનું થઇ પડે છે ત્યારે નારીશક્તિ કોઇ સમાન ભૂમિકા ભજવી શકતી નથી. એક મહિલા આવી ભૂમિકા ભજવી શકે પરંતુ નાજુક નમણી નારીશક્તિ તેમ કરી શકતી નથી. જે તે મહિલાએ ટકી રહેવાના સમગ્ર કાળ દરમિયાન સતત પુરુષ જેવી ભૂમિકા ભજવતા રહેવું પડશે.

નારીશક્તિએ જો સાચેસાચ ફુલવું – ફાલવું હશે, નારીશક્તિએ સતત વહેવું હશે તો આપણે એવા સમાજનું સર્જન કરવું પડશે કે જ્યાં આપણાં મૂલ્યો જીવનના પ્રત્યેક પાસા સુધી પ્રસરવા જોઇએ. સમાજમાં જીવનના પ્રત્યેક તબક્કે પાસા સરખા મહત્વના હોય ત્યારે નારીશક્તિ સાચા અર્થમાં સફળ થતી હોય છે.

સંગીત, કળા, પ્રેમ, કાળજી જેવી ઘણી બધી બાબતો અર્થતંત્ર કે આર્થિક બાબતો જેટલી જ મહત્વની બની રહે છે ત્યારે મહિલાને પુરુષ કરતાં વધારે મોટી ભૂમિકા ભજવવાની આવે છે. જો બીજી બધી જ બાબતો કરતાં આર્થિક બાબતો જ મહત્વની થઇ જાય તો આપણો સામાજિક ઢાંચો પુરુષશક્તિના આધિપત્યભાવ કે નિર્ભરતાવાળી બની જતી હોય છે. જો માત્ર ને માત્ર અર્થકારણ જ મહત્વનું રહેતું રહેશે તો નારીશક્તિ ઘટતી રહેશે અને પુરુષશક્તિનો પ્રભાવ વધતો જ રહેશે.
માનવ સમાજમાં આપણે અર્થતંત્ર અર્થશાસ્ત્રને અત્યંત મહત્વનું પરિબળ બનવા દઇશું તો નારીશક્તિએ વેઠવું પડશે, અને થોડા સમય પછી કદાચ એવું પણ બનશે કે આપણે નારીશક્તિ શું છે તે કદાચ જાણી પણ શકીશું નહીં. નારીશક્તિ સંપૂર્ણતયા અસ્ત પામે તેમ હું માનતો નથી પરંતુ નારીશક્તિ લઘુમતિમાં કદાચ જાય તેમ બની શકે. આવી લઘુમતિ ગરીબ બિચારી બાપડી નારીશક્તિ પાસે ભજવવા માટે નાનકડી ભૂમિકા બચી હશે. પશ્ચિમી સમાજમાં તો આવું થઇ પણ ચૂક્યું છે.

સામાન્યતઃ જે કાંઇ નારીશક્તિ જેવું હોય તેને નબળાઇ ગણવામાં આવે છે. દુનિયામાં તમામ સુંદર-નાજુક બાબતોને નબળાઇ ગણવામાં આવે છે. જેમ તમામ સુંદરતા નબળાઇ બની રહેશે તેમ બદસુરત અને ગંદી ચીજો મજબૂત બનશે. કમનસીબે આપણે આ દિશામાં આગળ વધી રહ્યા છીએ. આપણે નારીશક્તિનું નામોનિશાન ઘણી બધી બાબતે મીટાવતા રહ્યા છીએ. પશ્ચિમી સમાજમાં આમ થઇ ચૂક્યું છે અને કદાચ ભારતમાં પણ તેમ થવાની શરૂઆત થઇ ચૂકી છે.

નારીશક્તિની અભિવ્યક્તિ વિના એક ઘર, સમાજ રાષ્ટ્ર કે સમગ્ર માનવતા સર્વાંગસંપૂર્ણ નીવડતી નથી. પુરુષશક્તિને ફુલવા ફાલવાનું અને અભિવ્યક્તિ સાંપડવાનું ચાલુ રહેશે તો આપણી પાસે ખાવાનું પર્યાપ્ત હશે પરંતુ જીવવાનો રોમાંચ નહીં હોય. જીવન જીવવાની ઝંખના હોય ત્યારે જ નારીશક્તિ અભિવ્યક્તિ હોય તેમ થવું જરૂરી છે. આપણે આપણા ઘરો અને સામાજિક ઢાંચામાં પુરુષ અને નારીશક્તિ માટે સમાન ભૂમિકાનો માહોલ સર્જી નહીં શકીએ, ત્યાં સુધી આપણું જીવન અઘરૂં છે.

– Isha Foundation

LEAVE A REPLY

4 × 3 =