(ANI Photo)

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના ટોચના નેતા શાહબાઝ શરીફ રવિવારે પાકિસ્તાનના 33મા વડાપ્રધાન બન્યાં હતા. પાકિસ્તાન હાલમાં આર્થિક અને સુરક્ષા પડકારોનો સામનો કરી રહ્યાં છે ત્યારે તેઓ ગઠબંધન સરકારનું નેતૃત્વ કરશે.

336 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં શાહબાઝને 201 મત મળ્યા હતા, જ્યારે જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના ઉમેદવાર ઓમર અયુબ ખાને 92 વોટ મળ્યાં હતા. નેશનલ એસેમ્બલીમાં યોજાયેલી ચૂંટણીમાં શાહબાઝ PML-N અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના સંયુક્ત ઉમેદવાર હતા. ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના ઓમર અયુબ ખાને પણ ઉમેદવારીપત્ર ભર્યું હતું.
પીએમએલ-એનના 72 વર્ષના પ્રમુખ શાહબાઝ ત્રણ વખતના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ છે.

દરમિયાન પાકિસ્તાનના પૂર્વ પ્રેસિડન્ટ આસિફ અલી ઝરદારી અને તેમના પ્રતિસ્પર્ધી પશ્તુન રાજકારણી મહમૂદ ખાન અચકઝાઈએ શનિવારે 9 માર્ચે યોજાનારી પ્રેસિડન્ટની ચૂંટણી માટે તેમના ઉમેદવારીપત્રો ભર્યાં હતાં. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સહ-અધ્યક્ષ ઝરદારીને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝનું સમર્થન છે. નેશનલ એસેમ્બલીની ચૂંટણી પછી ત્રિશંકુ સંસદનું નિર્માણ થતાં સરકાર રચવા માટે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ ગઠબંધન બનાવ્યું છે. સિંઘ પ્રાંતના 68 વર્ષના ઝરદારી બીજી વખત પ્રેસિડન્ટ બનશે, કારણ કે તેમને ઇલેક્ટોરલ કોલેજમાં બહુમતી ધરાવતા પક્ષોએ સમર્થન આપ્યું છે. તેમણે 2008 થી 2013 સુધી પ્રેસિડન્ટ તરીકે પણ સેવા આપી હતી.

LEAVE A REPLY

nine + 10 =