Accident between jeep and truck in Patan district
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના અલવા ગામ નજીક બુધવાર16 ઓગસ્ટે બે કાર વચ્ચે થયેલા ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા. કારમાં એક બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. બંને કાર વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે બંને કારના આગળના ભાગના ફુરચેફુરચા નીકળી ગયા હતા. હાંસોટ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.  

આ અકસ્માતમાં ત્રણ મહિલા અને એક પુરૂષનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતુંજ્યારે એક મહિલા અને એક બાળકની હાલત ગંભીર હતીજેમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. જેને પગલે મોતનો આંક પાંચ પર પહોંચ્યો હતો. 

સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ મૃતકોમાં ઈમ્તિયાઝભાઈ પટેલતેમના પત્ની સલમાબેન પટેલપુત્રી મારિયા દિલાવર પટેલ અને પુત્રી અફિફા સફવાન ઈલ્યાસ અફીણી અને ઈમ્તિયાઝ ભાઈના ભાભી જમિલા પટેલના મોત નિપજ્યા હતા.   

ઘટનાની જાણ પોલીસને થતા જ પોલીસ ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતીઅકસ્માત સ્થળે લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતાજેને પગલે થોડા સમય માટે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે મામલો હાથ પર લઈ ટ્રાફિક દુર કર્યો હતોજ્યારે 108 દ્વારા મૃતકોને પીએમ માટે અને ઘાયલોને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. 

LEAVE A REPLY

eight − 1 =